રાજકોટ : બાળકો ઉઠાવી વેચી દેતી ગેંગનો પર્દાફાશ, જામનગર-દ્વારકામાં 1 લાખમાં બાળકો વેચી દેતા હતા, 3ની ધરપકડ

0
11

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાળકો ઉઠાવી વેચી દેતી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આ ગેંગના સભ્યો રાજકોટ આસપાસના વિસ્તારમાંથી બાળકોની ચોકી કરીને જામનગર અને દ્વારકામાં 1-1 લાખમાં વેચી દેતા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલ સલીમ સુભણીયા, ફરિદા સુભણીયા અને સલમા નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આરોપીઓ બાળકોની ખરીદી કરી વેચી નાખતા હતા

બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ખંભાળિયામાં આરોપી સલમાના ઘરમાં દરોડા પાડયા હતા. જે દરમિયાન ચોરી કરેલુ બાળક મળી આવ્યું હતું. જેથી પોલીસે બાળકનો કબ્જો મેળવીને સલમાની અટકાયત કરી હતી. સલમાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ બાળક દ્વારકા ખાતે રહેતા સલીમ હુસેનભાઈ સુભણીયા અને તેની પત્ની ફરીદા મારફતે રાજકોટથી રાત્રે બાળકની ઉઠાંતરી કરીને 1 લાખ રૂપિયા ખરિદ્યુ હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે દ્વારકા જઈ આરોપી સલીમ અને તેની પત્ની ફરીદાની અટકાયત કરી હતી.

આરોપીઓની શું મોડસ ઓપરેન્ડી હતી?

આરોપી સલીમ, ફરીદા અને સલમાએ સલીમના મિત્રની ઇકો કારમાં જામનગરમાં દીગ્જામ સર્કલ પાસે બાવરી લોકોની કોલોની, રાજકોટમાં સાંઢીયાપુલ, બસ સ્ટેન્ડ આજુબાજુનો વિસ્તાર, શાસ્ત્રીમેદાન તથા ચોટીલા તળેટી સહિતના સ્થળો પર 10થી 15 દિવસ રૂપાળુ બાળક શોધવા માટે રેકી કરી હતી. અંતે શાસ્ત્રીમેદાન ખાતે ફુટપાથ પર દિવસ દરમિયાન રમતુ બાળક ગમી જતા તે વિસ્તારના બાળકોને ચોકલેટ નાસ્તો આપવાના બહાને બાળકની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. 3-4 દિવસ બાળક ઉપર નજર રાખી હતી. તે બાદ આ ત્રણેયએ રાત્રે 2 વાગ્યા આસપાસ લાલબહાદુર સ્કૂલ પાસેની ફુટપાથ ઉપરથી ઇકો ગાડીમાં બાળકની ચોરી કરી જામનગર ખાતે લઇ ગયેલા હતા.

પકડાયેલ આરોપીઓના

1. સલીમ હુસેનભાઇ સુભણીયા (ઉં.વ.33), દ્વારકા
2. ફરીદાબેન સલીમભાઇ સુભણીયા (ઉં.વ.29), દ્વારકા
3. ફાતીમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા અબ્દુલમીયા કાદરી (ઉં.વ.35), જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here