અમદાવાદ : નરોડા રેલવે ક્રોસિંગ પાસે ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ, હોટલ માલિક-મેનેજર સહિત 3ની ધરપકડ

0
11

અમદાવાદ. શહેરના નરોડા રેલવે ક્રોસિંગ પાસે આવેલી હોટલમાં ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નરોડા પોલીસે હોટલ માલિક, મેનેજર અને ગ્રાહકની ધરપકડ કરી છે. યુવતીને ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઝોન 4 ડીસીપી નીરજ બડગુજરમેં માહિતી મળી હતી કે, નરોડા રેલવે ક્રોસિંગ પાસે આવેલી અમૃત હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં દેહવ્યાપારનો વ્યવસાય ચાલે છે જેના આધારે મેઘાણીનગર પોલીસને રેડ કરવા કહ્યું હતું. નરોડા પોલીસને સાથે રાખી હોટલમાં તપાસ કરતા હોટલ માલિક વિનોદ પટેલ (રહે. તિરુપતિ બંગલોઝ, નરોડા), મેનેજર જીગ્નેશ સોલંકી (રહે. નરોડા રોડ) અને ગ્રાહક વસંત પંચાલ (રહે. નરોડા) મળી આવ્યા હતા. હોટલમાં રૂમમાં તપાસ કરતા એક યુવતી મળી આવી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા હોટલના માણસો તેને દેહવ્યાપાર માટે લાવ્યા હતા અને 300 રૂપિયા ગ્રાહક દીઠ આપતા હતા. નરોડા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here