વડોદરા : અમદાવાદથી સુરત જતા કન્ટેનરમાં બિસ્કિટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2.76 લાખના દારૂ સાથે 5 આરોપી ઝડપાયા

0
5

વડોદરા. બાપોદ પોલીસે વડોદરાના APMC ફ્રૂટ માર્કેટ ખાતે રેડ પાડીને કન્ટેનરમાં બિસ્કિટની આડમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે 2.76 લાખની કિંમતની વિદેશી દારૂની 552 બોટલો સહિત 12.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 5 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદથી સુરત તરફ જતા કન્ટેનરમાંથી દારૂ ઉતાર્યો હતો

ગુરૂવારે રાત્રે બાપોદ પોલીસ સ્ટેશનના જવાનો જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરનું કન્ટેનર અમદાવાદથી સુરત તરફ જવાનું છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે વડોદરાના APMC ફ્રૂટ માર્કેટ ખાતે ઉતારવાનો છે, જેના આધારે પોલીસે APMC ફ્રૂટ માર્કેટ માર્કેટમાં આવેલી જગદીશ ફરસાણની પાછળની ગલીમાં દરોડો પાડ્યો હતો અને કન્ટેનરમાંથી બિસ્કિટની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો છુપાવેલો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે દારૂ સાથે 3 મોબાઇલ અને કન્ટેન્ટર પણ જપ્ત કર્યું

પોલીસે વિદેશી દારૂ સાથે 6,200 રૂપિયાની કિંમતના 3 મોબાઇલ, તેમજ કન્ટેનર સહિત 12.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂનું કટિંગ કરી રહેલા 5 શખ્સની ધરપકડ કરી હતી. જેમાં રોહિતાસ જાટ, રાજકુમાર જાટ, રાજીવ જાટ, કાલે ઉર્ફે કાલી અને રમેશ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બાપોદ પોલીસે દારૂ કોણે મોકલ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here