ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી

0
5

કોરોનાના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે ફરી વખત ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે રિન્યૂની છેલ્લી તારીખ ૩૦મી જૂન થઈ ગઈ છે. અગાઉના નોટિફિકેશન પ્રમાણે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરવાની તારીખ ૩૧મી માર્ચ હતી.

કેન્દ્ર સરકારના વાહન અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને બધા જ રાજ્યોને ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂની તારીખ ૩૦મી જૂન સુધી કરવાની ભલામણ કરી છે. અગાઉની જાહેરાત પ્રમાણે છેલ્લી તારીખ ૩૧મી માર્ચ હતી. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો હતો.

ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક અને પરમિટ જેવા વાહનોને લગતાં દસ્તાવેજોને રજિસ્ટર કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન-૨૦૨૧ કરાઈ છે. પાંચમી વખત તારીખમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે લોકડાઉન આવ્યું ત્યારે ૩૦મી માર્ચ-૨૦૨૦ સુધી સમયમર્યાદા વધારાઈ હતી. એ પછી ૯મી જૂન-૨૦૨૦ કરાઈ હતી. તે પછી ૨૪મી

ઓગસ્ટ-૨૦૨૦, ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર-૨૦૨૦ના રોજ વાહન અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યું હતું.
ફેબુ્રઆરીમાં જે લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી તેમનું લાઈસન્સ હવે ૩૦મી જૂન-૨૦૨૧ સુધી માન્ય રાખવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશનથી જેમના લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ છે એવા અસંખ્ય લોકોને રાહત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here