Tuesday, September 21, 2021
Homeવિસ્તૃત ચર્ચા : અમેરિકન વિદેશ મંત્રી કાલથી ભારતની બે દિવસીય મુલાકાતે
Array

વિસ્તૃત ચર્ચા : અમેરિકન વિદેશ મંત્રી કાલથી ભારતની બે દિવસીય મુલાકાતે

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન મંગળવારે નવી દિલ્હી પહોંચશે. આ દરમિયાન તેઓ પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ આતંકવાદીઓને પનાહ અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની વાપસી પછીની સ્થિતિ મુદ્દે વિસ્તૃત ચર્ચા થશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા થોડા વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં મહત્ત્વની પ્રગતિ થઈ છે. બ્લિન્કેનની આ મુલાકાતથી બંને દેશના સંબંધ વધુ મજબૂત થશે. બ્લિન્કેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બેઠક કરશે. તેઓ ભારતના હેલ્થ પ્રોટોકોલની સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ધીમે ધીમે ફરી શરૂ કરવા અંગે પણ વાત કરશે. જ્યારે ભારત પણ અમેરિકા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સની અવરજવર વધુ સરળ બનાવવાની માંગ કરશે.

આ મુદ્દા પણ ઉઠી શકે છે વાતચીતમાં

  • ભારત કોરોના વિરોધી રસીના ઉત્પાદન માટે કાચા માલનો પુરવઠો પૂરો પાડવા મુદ્દે પણ ભાર મૂકશે.
  • ભારત-અમેરિકાના સુરક્ષા મંત્રી, વિદેશ મંત્રી વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક આ વર્ષે અમેરિકામાં થશે.
  • સુરક્ષા ઉપકરણો અને ટેક્નોલોજીના હસ્તાંતરણ સહિત સુરક્ષા સહકાર મજબૂત કરવાની પદ્ધતિ અંગે વાત થશે.

લોકતંત્ર અને ભેદભાવને લઈને લાંબા સમયથી અમેરિકામાં અનેક મુદ્દા છે, પરંતુ બ્લિન્કેનની મુલાકાત વખતે ભારતની પ્રાથમિકતા અફઘાનિસ્તાન છે. ભારત પેસિફિક રીજન અને ચીનની કુટિલતા સામે લડવાને પણ પ્રાથમિકતા માને છે. અમેરિકા પાસેથી ખાસ કરીને અત્યાધુનિક સુરક્ષા ટેક્નોલોજીની અડચણો દૂર કરવી એ પણ આપણા સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આતંકવાદની વાત કરીએ તો પાકિસ્તાનની ભૂમિકા અને અફઘાનિસ્તાનની સ્થિતિ બગડતા પેદા થતી મુશ્કેલી પણ સંભાળવી પડશે. અસહિષ્ણુતા, ભેદભાવ, અભિવ્યક્તિની આઝાદી જેવા અનેક મુદ્દે અમેરિકા અને ભારત વચ્ચે ઘણી સમાનતા છે, પરંતુ એટલા મતભેદ પણ હોઈ શકે છે.

બ્લિંક્નની પ્રથમ ભારતની મુલાકાત
અમેરિકાના વિદેશ મંત્રી બન્યા બાદ બ્લિંન્કનની આ પ્રથમ ભારતની મુલાકાત હશે. જુલાઈમાં સત્તામાં આવ્યા પછી બિડેન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીની આ બીજી મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લિંન્કનની આ મુલાકાતથી વેપાર, રોકાણ, સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ, ડિજિટલ ડોમેન, નવીનતા અને સુરક્ષા જેવા ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત થશે.

ક્વાડ ઇનિશિએટિવ પર થશે વાત
બંને મંત્રીઓ કોરોના વેક્સિનના નિર્માણ અંગે ક્વાડ ઇનિશિએટિવ પર પણ ચર્ચા કરશે. આ વર્ષના અંત સુધી ક્વાડમા સમાવિષ્ટ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનુ આયોજન કરવા મુદ્દે પણ વાતચીત થઇ શકે છે. બંને દેશો આ પહેલને આગળ વધારશે જેથી ભારતમાં બનેલી વેક્સિન આવતા વર્ષની શરૂઆતથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સપ્લાઇ કરી શકાય.

ક્વાડ વેક્સિન ઇનિશિએટિવ શું છે
ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના સહયોગથી કોરોના વેક્સિન બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઇનિશિએટિવને ક્વાડ નામ આપવામાં આવ્યુ છે. તેના પ્રમાણે વેક્સિન અમેરિકામાં ડેવલપ થશે, ભારતમાં મેન્યુફેક્ચર થશે, જાપાન અને અમેરિકા આમાં રોકાણ કરશે અને ઑસ્ટ્રેલિયા આમાં લૉજિસ્ટિર સપોર્ટ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments