Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝવિદેશ મંત્રી એસ જયશંકર : ભારત સંકટ સમયે અફઘાનિસ્તાનના નાગરિકો સાથે ઉભુ...

વિદેશ મંત્રી એસ જયશંકર : ભારત સંકટ સમયે અફઘાનિસ્તાનના નાગરિકો સાથે ઉભુ રહેશે

અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આપ્યા બાદ સર્જાયેલા સંકટ વચ્ચે ભારતે અફઘાન નાગરિકોને ભરોસો આપ્યો છે કે, ભારત પહેલાની જેમ જ અફઘાન નાગરિકો સાથે ઉભુ રહેશે.

વિદેશ મંત્રી એસ જયશંકરે યુએનની એક બેઠકમાં કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનને સહાય કરનારા દેશોને આ માટે અફઘાનિસ્તાનમાં લોકો સુધી પહોંચાડવા માટે છુટ મળવી જોઈએ અને રાહત સામગ્રીનુ ભેદભાવ વગર વિતરણ પણ થવુ જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં ગરીબી વધવાનુ જોખમ છે અને તેની આ ક્ષેત્ર પર વિનાશકારી અસરો પડી શકે છે. ભારતે અફઘાનિસ્તાનમાં યુએનની ભૂમિકા હોવી જોઈએ તેવુ સતત કહ્યુ છે. અફઘાનિસ્તાન પ્રત્યે ભારતનો દ્રષ્ટિકોણ ઐતિહાસિક મિત્રતાથી પ્રભાવિત રહ્યો છે અને આગળ પણ આવો જ દ્રષ્ટિકોણ રહેશે. ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે પહેલાની જેમ ઉભુ રહેશે. આ માટે જોકે આંતરરાષ્ટ્રિય સમુદાયે ત્યાં યોગ્ય માહોલ સર્જવા માટે આગળ આવવુ પડશે.

જયશંકરે કહ્યુ હતુ કે, અત્યારે જે પડકારો અફઘાનિસ્તાનમાં છે તેમાં મદદ પહોંચાડવામાં ઉભી થતી અડચણોનો પણ સમાવેશ થાય છે. રાહત સામગ્રી પહોંચ્યા બાદ લોકો સુધી તેનુ વિતરણ થવુ પણ જરૂરી છે. ભારત એક પાડોશી હોવાના નાતે અફઘાનિસ્તાન પર નજર રાખી રહ્યુ છે. જે લોકો અફઘાનિસ્તાનમાં અવર જવર કરવા માંગતા હોય તેમને કોઈ રોક વગર આ સુવિધા આપવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments