દહેગામ : પરઢોલ પાટીયા પાસેથી અકસ્માત થયેલી ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

0
44

ગાંધીનગર જિલ્લામા આવેલ રાયપુર પાસે અકસ્માત થયેલી એક ગાડીમાંથી પોલીસને ૨૯૪ વીસ્કીની બોટલો મળી આવી તેની મુદ્દામાલ સહીતની કીમત ૩.૧૭ લાખ થવા પામી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ રોડ નરોડા જવાના રોડ ઉપર પરઢોલ પાટીયા પાસે રાયપુર જવાના માર્ગ ઉપર એક સેવરોલેટ કલુઝર ગાડી અકસ્માતમા રોડ ઉપર પડી હતી તેવી માહિતી ડભોડા પોલીસને મળતા ડભોડાના પીએસઆઈ બીએમ રાઠોડ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ઘટના સ્ર્થળે જઈને તપાસ કરતા આ ગાડીમા અકસ્માતને કારણે આ ગાડીનો ચાલક બીકનો માર્યો ગાડી મુકીને ભાગી ગયો હોય તેવુ લાગતુ અને આ ગાડીની તપાસ કરતા આ ગાડીની અંદરથી વિદેશી દારૂના જથ્થામા વીસ્કીની કુલ ૨૯૪ નંગ બોટલો પોલીસને મળી હતી તેની દારૂની કીમત ૧.૧૭ લાખ થવા પામી છે પોલીસે રૂપીયા ૩.૧૭ લાખનો ઈંગલીશ દારૂ મુદ્દામાલ સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગાડીના માલીક અને દારૂ મંગાવનારની શોધખોળ પોલીસે આરંભી દીધી છે. ડભોડાના પીએસઆઈ બીએમ રાઠોડ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

  • ડભોડા પોલીસને કોઈ માહિતી આપતા ઘટના સ્થળે જઈને તપાસ કરતા સેવરોલેટ ગાડીમાંથી ૨૯૪ નંગ વીસકીની બોટલો મળી આવી
  • આ વીસકીની બોટલોની કુલ કીમત ૧.૧૭ લાખ થવા પામી છે અને પોલીસે ઈંગલીશ દારૂ અને ગાડી સહીતની કુલ રૂપીયા ૩.૧૭ લાખનો મુદ્દામાલ પકડ્યો છે
  • આ ગાડીના બુટલેગર અને માલ મંગાવનાર શખ્સોની પોલીસે તપાસ હાથ ધરી છે
  • સવારમા વહેલા આ ગાડી અકસ્માત થતા ગાડીનો ચાલક ગાડી મુકીને ભાગી ગયો હતો

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here