ઠંડીમાં ભારે રાહતઃ માત્ર નજીવો ઠારઃ ગિરનાર ૮ ડિગ્રી

0
24

રાજકોટ, તા.૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં ભારે રાહત થઇ છે. માત્ર નજીવા ઠારનો અનુભવ થઇ રહ્યો છે.

જેના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. આજે રાજયમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૮ ડિગ્રી, નલીયા ૯.૨, રાજકોટ ૧૨.૫ ડિગ્રી, નોંધાયુ છે.

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમાં રાહત થઇ છે.

જુનાગઢ

સોરઠ વિસ્તારમાં આજે ગુલાબી ઠંડી રહી છે. ગિરનાર ખાતે ૮ ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ રાહત અનુભવી હતી. આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાતા ઠંડી સામાન્ય થઇ ગઇ હતી.

ગિરનાર પર્વત ખાતેનું તાપમાન ૮ ડિગ્રી નોંધાયુ હતું. જેના પરિણામે પર્યટકો સહિતના લોકોને રાહત રહી છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહેતા ઠંડક અનુભવાઇ હતી. પવનની પ્રતિ કલાકનની ઝડપ ત્રણ કિમીથી રહી હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૨૬.૫ મહત્તમ ૧૨ લઘુતમ ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૨૩.૧૦)

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર ૮.૦ ડિગ્રી
નલીયા ૯.૨ ડિગ્રી
ભુજ ૧૧.૨ ડિગ્રી
અમરેલી ૧૨.૦ ડિગ્રી
જામનગર ૧૨.૦ ડિગ્રી
રાજકોટ ૧૨.૦ ડિગ્રી
કંડલા એરપોર્ટ ૧૨.૫ ડિગ્રી
જુનાગઢ ૧૩.૦ ડિગ્રી
કેશોદ ૧૩.૫ ડિગ્રી
ભાવનગર ૧૪.૨ ડિગ્રી
પોરબંદર ૧૫.૦ ડિગ્રી
દ્વારકા ૧૬.૦ ડિગ્રી
વેરાવળ ૧૭.૧ ડિગ્રી
૪ મહાનગરો
ગાંધીનગર ૧૩.૨ ડિગ્રી
અમદાવાદ ૧૪.૩ ડિગ્રી
વડોદરા ૧૪.૮ ડિગ્રી
સુરત ૧૫.૧ ડિગ્રી
ગુજરાત
શહેર લઘુતમ તાપમાન
ડીસા ૧૦.૪ ડિગ્રી
મહુવા ૧૩.૯ ડિગ્રી
વલ્લભ વિદ્યાનગર- ૧૪.૧ ડિગ્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here