Tuesday, January 18, 2022
Homeનજરે જોયાનું દુઃખ : દર્દી આગથી મરી રહ્યા હતા, પરંતુ ફાયર સ્પ્રિંકલર...
Array

નજરે જોયાનું દુઃખ : દર્દી આગથી મરી રહ્યા હતા, પરંતુ ફાયર સ્પ્રિંકલર જેવી પણ વ્યવસ્થા ન હતી

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વિરાર-વેસ્ટમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલના સેકન્ડ ફ્લોર પર બનેલા ICU વોર્ડમાં લગાવવામાં આવેલા ACમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ 3ઃ30 વાગ્યે ધડાકો થાય છે. એને કારણે થયેલાં તણખાં ICUમાં પડે છે અને થોડીવારમાં આખા વોર્ડમાં આગ ફેલાઈ જાય છે. દર્દીના પરિવારના લોકોનો આરોપ છે કે આગ લાગી એ સમયે ICUમાં ન તો કોઈ નર્સ હતી કે ન કોઈ ડોકટર. જ્યાં સુધીમાં તેમને આ દુર્ઘટનાની જાણકારી મળતી, સમગ્ર વોર્ડમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. દુર્ઘટના સમયે ICUમાં 15 દર્દી વેન્ટિલેટર પર હતા, જેમાંથી 13નાં મોત નીપજ્યાં છે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું- ICUમાં ફાયર સ્પ્રિંકલર પણ ન હતું
આ દુર્ઘટનાના એક પ્રત્યક્ષદર્શી અવિનાશ પાટીલે જણાવ્યું હતું કે ICUમાં એડમિટ એક દર્દીનું બિલ 3થી 4 લાખ રૂપિયા સુધીને બને છે, પરંતુ સુવિધાઓના નામે કંઈ જ નથી મળતું. અહીં ફાયર સેફ્ટી ઉપકરણ પણ ન હતાં. જો ICUમાં ફાયર સ્પ્રિંકલર હોત તો આગ પર તાત્કાલિક કાબૂ મેળવી શકાય હોત અને આટલી મોટી ઘટના ન ઘટી હોત.

નર્સ બહારથી તમાશો જોઈ રહી હતી, અંદર 9 દર્દીનાં મોત થઈ ગયાં હતાં
અવિનાશે જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ICUની બહાર માત્ર 3 નર્સ જ હાજર હતી અને કોઈપણ ડોકટર ન હતો. નર્સ ઊભી ઊભી તમાશો જોઈ રહી હતી. અવિનાશ વધુમાં જણાવે છે કે ‘થોડીવાર બાદ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. 4 વાગ્યાની આસપાસ ધુમાડો થોડો ઓછો થયો તો હું બીજા લોકોની સાથે માથું નીચું કરીને કોઈપણ રીતે અંદર ઘૂસ્યો. અંદર જઈને જોયું તો 9 લોકો બેડ પર જ જીવ ગુમાવી ચૂક્યા હતા અને જ તરફડી રહ્યા હતા તેમને અમે જેમ તેમ કરીને બહાર કાઢ્યા. તેમાંથી પણ કેટલાક લોકોએ 5 વાગ્યાની આસપાસ શ્વાસ છોડી દીધા. જે બચ્યા છે તેમની સ્થિતિ ગંભીર છે. તેઓ પણ બચશે કે કેમ એ સવાલ છે.’

અવિનાશે વધુમાં જણાવે છે, ‘મને મારા મિત્રએ રાત્રે સવા 3 વાગ્યે ફોન કરીને હોસ્પિટલ જવાનું કહ્યું. હું થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો અને દોડીને હોસ્પિટલના સેકન્ડ ફ્લોર પર બનેલા ICUની બહાર પહોંચી ગયો. ICUનો દરવાજો ખુલ્લો હતો, પરંતુ એની અંદરથી ધુમાડો નીકળતો હતો. મેં અંદર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધુમાડો ઘણો જ હોવાને કારણે અંદર જવું શક્ય ન હતું.’

આગ લાગ્યા બાદ 21 દર્દીને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ એવા દર્દીઓ છે જેઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
આગ લાગ્યા બાદ 21 દર્દીને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ એવા દર્દીઓ છે જેઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
હોસ્પિટલની બહાર લોકોની ભીડ અને હોબાળોના જોતાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.
હોસ્પિટલની બહાર લોકોની ભીડ અને હોબાળોના જોતાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.

4 દર્દીને બહાર કાઢવામાં આવ્યા બાદ આગની જાણકારી મળી
પાલઘરના જિલ્લાધિકારી માનિક રાવે જણાવ્યું હતું કે ICUમાં કુલ 16-17 દર્દી હતા, જેમાંથી 4 લોકો આગ લાગ્યા બાદ જાતે જ બહાર આવી ગયા. તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. તમામની સ્થિતિ સ્થિર છે અને બીજા નોન ICU પેશન્ટ પણ ઠીક છે. ધીમે-ધીમે તમામને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

આગ લાગ્યા બાદ અનેક દર્દીઓને હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. તેમને બીજી જગ્યાએ શિફ્ટ થવામાં કલાકો સુધી રાહ જોવી પડી હતી.
આગ લાગ્યા બાદ અનેક દર્દીઓને હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. તેમને બીજી જગ્યાએ શિફ્ટ થવામાં કલાકો સુધી રાહ જોવી પડી હતી.

મૃતકોની યાદી
1. ઉમા સુરેશ કંગુટકર

2. નિલેશ ભોઇર

3. પુખરાજ વલ્લભદાસ વૈષ્ણવ

4. રજની આર કદુ

5. નરેન્દ્ર શંકર શિંદે

6. જનાર્દન મોરેશ્વર

7. કુમાર કિશોર દોશી

8. રમેશ ટી. ઉપાયન

9. પ્રવીણ શિવલાલ ગોદા

10. અમે રાજેશ રાઉત

11. રામ અન્ના મ્હારે

12. સુવર્ણા એસ

13. સુપ્રિયા દેશરાજ દેશમુખ

દુર્ઘટનામાં પોતાના એક નજીકના સંબંધીને ગુમાવનાર સુમન ગુસ્સામાં જણાવે છે કે ‘હોસ્પિટલમાં લિફ્ટ બે દિવસથી કામ નથી કરતી. વોર્ડમાં આગ પર કાબૂ મેળવવાની કોઈ જ વ્યવસ્થા ન હતી. આગ લાગ્યા બાદ દર્દીઓને બહાર કાઢવાને બદલે બધા જ બહાર ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા. કોઈને અમારી નથી પડી, બધા જ માત્ર પૈસા બનાવી રહ્યા છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular