ઇસ્લામાબાદમાં ક્રેશ થઈ ગયું F-16 ફાટર જેટ, PAKના સૌથી અનુભવી પાયલટનું થયું મોત

0
7

પાકિસ્તાન વાયુસેનાનું એક ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. પાકીસ્તાનનાં અહેવાલ અનુસાર પાકિસ્તાન પરેડ દિવસે રિહર્સલ દરમ્યાન બુધવારે F-16 ફાઈટર જેટ વિમાન શકરપેરિયન ઈસ્લામાબાદ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે, આ વિમાન હાદસામાં પાયલટ વિંગ કમાન્ડરનું પણ મોત નિપજ્યું છે. પાકિસ્તાની વાયુસેનાની તરફથી આ બાબતની પુષ્ટી કરવામાં આવી છે.

પાકિસ્તાનું વાયુસેનાનું F-16 ફાઈટર જેટ વિમાન થયું ક્રેશ

આ દુર્ઘટનામાં વિમાનનો પાયલટ વિંગ કમાન્ડર નૌમાન અકરમનું મોત નીપજ્યું

આ દુર્ઘટનામાં વિમાનનો પાયલટ વિંગ કમાન્ડર નૌમાન અકરમનું મોત નીપજ્યું છે. પાકિસ્તાની એરફોર્સ તરફથી આ ઘટનાની પુષ્ટી કરાઈ છે. જ્યાં વિમાન પડ્યું ત્યાંથી થોડું દૂર પાકિસ્તાની સ્પોર્ટ્સ બોર્ડની કોલોની છે જોકે પાલીસે કહ્યું છે કે તે જગ્યાને ઘેરી લેવામાં આવ્યું છે. અને અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન એરફોર્સ દ્વારા આ અંગે નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર હેડક્વાર્ટર દ્વારા અકસ્માતનું કારણ નક્કી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here