Monday, December 5, 2022
Homeગુજરાતરાજપીપળા : નાયલોન વેસ્ટ ને રીસાયકલ કરી તેમાંથી બનાવ્યું ફેબ્રીક

રાજપીપળા : નાયલોન વેસ્ટ ને રીસાયકલ કરી તેમાંથી બનાવ્યું ફેબ્રીક

- Advertisement -

સેન્ચ્યુરી એન્કા કંપનીનું પર્યાવરણ બચાવવા માટેનું ઐતિહાસીક પગલું
નાયલોન વેસ્ટ ને રીસાયકલ કરી તેમાંથી બનાવ્યું ફેબ્રીક
પહેલો જથ્થો એપોલો કંપનીમાં ટાયર બનાવવા માટે મોકલાયો

નર્મદા જીલ્લાના રાજપીપળા તાલુકા ખાતે સેન્ચ્યુરી એન્કા કંપની દ્વારા  પર્યાવરણ બચાવવા માટે ઐતિહાસીક પગલું ભરવામાં આવ્યું છે. સેન્ચ્યુરી એન્કા કંપનીએ પોતાના નાયલોન વેસ્ટ ને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવ્યુ છે. જેને આજરોજ  રાજેશ્રી પોલીફીલ ઉમલ્લા કંપની દ્વારા  કંમ્પનીના એમડી દ્વારા પહેલો જથ્થો એપોલો કંપનીમાં ટાયર બનાવવા માટે મોકલી આપવામાં આવ્યો  હતો.પર્યાવરણને બચાવવા માટે હાલમાં આખું વિશ્વ ચિંતન કરે છે અને આપણા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પણ ભારતને કાર્બન મુક્ત બનાવવાનું બીડું ઝડપેલ છે. જેમાં અલગ અલગ સ્તરે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. જે અંતર્ગત સેન્ચ્યુરી એન્કા કંપનીએ પોતાના નાયલોન વેસ્ટને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવ્યું  છે.જેનો ઉપયોગ ટાયર કંપનીમાં કરવામાં આવનાર છે.  આજરોજ સેન્ચ્યુરી એન્કાં લિમિટેડના યુનિટ રાજશ્રી પોલીફિલ ઉમલ્લા ખાતે  આ પ્રોડક્ટનું અનાવરણ સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર  સુરેશ સોદાની ધ્વારા કરવામાં આવ્યું હતું જેનો પહેલો જથ્થો એપોલો કંપની માં ટાયર બનાવવા માટે મોકલી આપવામાં આવ્યો  હતો. સેન્ચ્યુરી એન્કાં લિમિટેડનું આદિત્ય બિરલા ગ્રુપમાં સમાવેશ થયો છે અને આદિત્યબિરલા ગ્રુપની સસ્ટેનેબિલિટી પોલીસી અંતર્ગત પણ પર્યાવરણ ના બચાવ માટેવિવિધ પગલાઓ લેવાય રહ્યા છે જેના ભાગ રૂપે સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ પર્યાવરણના બચાવ અને સંવર્ધનના કાર્યમાં સતત કાર્યશીલ છે જેમાં પોતાના વેસ્ટને કચરામાં ન નાખતા તેને રીસાયકલ કરી તેમાથી ફિનિશ પ્રોડક્ટ બનાવી એક ઐતિહાસીક કાર્ય આજરોજ કરવામાં આવ્યું  છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં ઉત્તરોત્તર પ્રયત્નશીલ રહેશે એવું કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ધ્વારા જણાવવામાં આવ્યું હતું.  આજરોજ તેમના દ્વારા  બટન દબાવી પ્રથમ બનાવેલ પ્રિન્ટ કોપી મેળવી હતી અને કંપનીદ્વારા તેમના હસ્તે રવાના કરવામાં આવી હતી.

 

 

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular