સ્કીન કેર : ફેસ માસ્ક તમારી ત્વચાની સમસ્યાનું કારણ બની શકે છે, માસ્ક લગાવતા પહેલા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવવું, અમુક કલાક બાદ માસ્ક બદલતા રહેવું

0
14

સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના કારણે તમામ લોકો ઘરમાં કેદ છે. 21 દિવસનું ફરી લોકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમામ લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી છે. પરંતુ જો કોઈ કારણોસર બહાર જવું પડે તો લોકો ફેસ માસ્ક લગાવીને નીકળે છે. તે ઉપરાંત સરકારની નવી ગાઈડલાઈનમાં પણ જાહેર જગ્યા પર માસ્ક લગાવવા માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ લાંબા સમય સુધી ફેસ માસ્ક લગાવવાના કારણે ત્વચા સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. ફેસ માસ્ક લગાવતા સમયે ચહેરા પર પરસેવો થાય છે. આવી સ્થિતિમાં ફેસ માસ્કના કારણે ત્વચાને લગતી ઘણી સમસ્યા થાય છે.

માસ્કથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ભય રહે છે

જે લોકોને ચહેરા પર પરસેવો વધારે થાય છે અને જો તેઓ માસ્ક પહેરીને રાખે છે તો તેમને વધારે પરસેવો થશે. તેના કારણે વ્યક્તિને બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાનો ભય રહે છે. સાથે માસ્કના કાપડથી કેટલાક લોકોને ખંજવાળ, રેશીશ, પિમ્પલ્સ, ડર્મેટાઈટીસ અને શુષ્કતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સમસ્યા પેદા કરી શકે છે N95

પોલીપ્રોપીલીનથી બનેલ N95 માસ્કથી પણ સ્કીનની સમસ્યા થઈ શકે છે. આ એક એવું ફેબ્રિક છે જેને મશીનથી બનાવવામાં આવે છે.  N95 માસ્કમાં 4 પરત હોય છે જેની સૌથી અંદરની પરત મોં સાથે સીધા સંપર્કમાં આવે છે. આ સ્તર પોલીપ્રોપીલીનથી બનેલ હોય છે. જો કે પોલીપ્રોપીલીનથી ત્વચા માટે સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ ઘણા કિસ્સામાં તે સમસ્યા પેદા કરી શકે છે.

સુરક્ષિત રીતે માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો?

માસ્કથી થતી સમસ્યાનો અર્થ એ નથી કે તેને લગાવવો નહીં. કોરોનાને અટકાવવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે પરંતુ કેટલાક સુરક્ષિત ઉપાયની સાથે. આ સમસ્યાથી બચવા માટે માસ્ક લગાવતા પહેલા ચહેરા પર સારી રીતે મોઇશ્ચરાઇઝર લગાવવું. મોઇશ્ચરાઇઝર લગાવવાથી સ્કિનના પોર્સ બંધ થઈ જાય છે. ખીલની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. તેમજ સમયાંતરે, બેક્ટેરીયલ ઈન્ફેક્શનથી બચવા માટે અને તમારા માસ્કને અમુક કલાક બાદ બદલતા રહો અને મોં પરનો પરસેવો સાફ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here