Tuesday, December 7, 2021
HomeFacebook 25 ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે આ એપ, તમારા ફોટો કરી...
Array

Facebook 25 ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે આ એપ, તમારા ફોટો કરી લો સેવ

Facebook એ જાહેરાત કરી છે કે એ 25 ફેબ્રુઆરીથી પોતાના ફોટો સેવિંગ અને શેરિંગ એપ મોમેન્ટસ બંધ કરી રહી છે. Moments ફેલબુકનો સ્ટેન્ડ અલોન એપ છે. ફેસબુકે કહ્યું છે કે એ યૂઝર્સની પૂરતી સંખ્યા ના હોવાને કારણે આ એપ બંધ કરી રહ્યું છે.

જો કે કંપનીએ આ એપના યૂઝર્સની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. ફેસબુક વધારે યૂઝર્સ ના હોવાને કારણે એને બંધ કરી રહી છે. લોન્ચ થયા બાદ 8.7 કરોડ iOS અને એન્ડ્રોઇડ યૂઝર્સે આ એપને ડાઉનલોડ કરી છે. જૂન 2016માં આ એપના 1.07 કરોડ ડાઉલોડ્સ હતા. જો કે ગત મહિને આ ઘટીને આશરે 150000 થઇ ગયા છે.

ફેસબુકે Moment એપના યૂઝર્સને ઇમેલ અને એપ એલર્ટ દ્વારા સૂચિત કરી દીધું છે કે એને બંધ કરવા જઇ રહી છે. કારણ કે લોકોને એપમાંથી પોતાના ફોટો હટાવવામાં સમય લાગશે, એના માટે Facebook એ એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ મે સુધી ઉપલબ્ધ થશે, જ્યાંથી યૂઝર્સ પોતાના પર્સનલ કોમ્પ્યૂટર અથવા ફોનમાં પોતાના ફોટોઝ એક્સપોર્ટ કરી શકે છે. આ ઉપરાંત Moments ને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ યૂઝર્સને મિત્રો સાથે ફોટો શેર કરવાની સુવિધા પૂરી પાડે છે. આ એપમાં યૂઝર્સે ફએસબુકમાં ફોટો અપલોડ કરવાનો હોતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments