ટાઈમ મેગેઝિનનો હેટ સ્પીચ રિપોર્ટ : ફેસબુકે એક વર્ષ સુધી ભાજપ નેતાનું વિવાદિત વિધાન હટાવ્યું નહીં : રાહુલ ગાંધીએ કહ્યું- વોટ્સએપ અને BJPની સાઠગાંઠ બહાર આવી

0
6

ટાઇમ મેગેઝિનના રિપોર્ટને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ રિપોર્ટથી વોટ્સએપ અને ભાજપ વચ્ચેની સાઠગાંઠનો ખુલાસો થયો છે. 40 કરોડ ભારતીય યુઝર્સ વાળું વોટ્સએપ પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માંગે છે, આ માટે મોદી સરકારની મંજૂરી જરૂરી છે. આમ, વોટ્સએપ પર ભાજપનું નિયંત્રણ છે તે જાણી શકાય છે. ટાઇમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક ભાજપના નેતાઓ સાથે ભેદભાવ રાખે છે.

ટાઈમ મેગેઝિનના રિપોર્ટમાં શું છે?

ભારતના શાસક પક્ષ સાથે ફેસબુકના સંબંધોને લીધે કંપનીની હેટ સ્પીચ સામેની લડત વધુ મુશ્કેલ થઈ રહી છે. આ શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવાયું છે કે, ફેસબુક હેટ સ્પીચ વાળા નિવેદનોને હટાવવામાં ભેદભાવ કરે છે. ટાઇમે લખ્યું, “વોચડોગ જૂથ આવાઝના કર્મચારી અલાફિયા જોયબ જુલાઈ, 2019માં ફેસબુકના ભારતીય સ્ટાફ સાથેના વીડિયો કોલ દરમિયાન એવી 180 પોસ્ટ્સ પર ચર્ચા કરી રહ્યા હતા જેમાં દ્વેષભાવ વાળી ભાષા સંબંધિત નિયમોની અવગણના કરવામાં આવી હતી. ફેસબુકના સૌથી વરિષ્ઠ અધિકારી શિવનાથ ઠુકરાલે મીટિંગ વચ્ચે જ છોડી દીધી હતી.

જે પોસ્ટ્સ માટે વાત થઇ રહી હતી તેમાં આસામના મોદીની પાર્ટીના નેતા શીલાદિત્ય દેવની પોસ્ટ પણ હતી. આ પોસ્ટમાં શીલાદિત્યએ એક ન્યૂઝ રિપોર્ટ શેર કર્યો હતો જેમાં મુસ્લિમ છોકરા પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શીલાદિત્યએ ટિપ્પણી કરી હતી કે બાંગ્લાદેશના મુસ્લિમો આપણા લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યા પછી પણ ફેસબુકે તેને એક વર્ષથી વધુ સમય સુધી હટાવ્યું નહિ.

ટાઈમ મેગેઝિન પહેલા અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે 14 ઓગસ્ટના રોજ પ્રકાશિત એક લેખમાં કહ્યું હતું કે, ફેસબુક ભાજપના કેટલાક નેતાઓ માટે હેટ સ્પીચના નિયમો લાગુ નથી કરતુ. આ અંગે ફેસબુકે સ્પષ્ટતા કરી હતી કે તે કોઈ પણ રાજકીય ભેદભાવ વિના તેની નીતિ લાગુ કરે છે. જો કોઈ વ્યક્તિ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ હોય તો નીતિઓમાં ફેર નથી પડતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here