ફેસબુક મેસેન્જરમાં મોટા ફેરફાર કરી રહ્યું છે, અનેક ટેબ હટાવાશે

0
10

નવીદિલ્હી,તા. 2 : ફેસબુકનું લોકપ્રિય મેસેન્જર એપની ડિઝાઈન બદલાઈ જશે, તેમાંથી અનેક ટેબ પણ હટાવવામાં આવશે.

ફેસબુક મેસેન્જર પોપ્યુલર ચેટીંગ પ્લેટફોર્મમાં 7 એક છે અને કંપની તેને ફરીથી ડિઝાઇન કરી રહી છે. મોટા રીડીઝાઈન પ્રોસેસમાં ચેટ બોક્સને હટાવવા સિવાય હાલની એપમાં ઉપલબ્ધ ડીસ્કવર ટેબને પણ હટાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ એપને ઉપયોગ સરળ થઇિ જશે. સાથે સાથે ડિઝાઇન પણ પહેલાની તુલનામાિં વધારે ક્લીન જોવા મળશે.  રિપોર્ટમાં જણાવાયું છે કે આ ફેરફાર એપમાં આગામી સપ્તાહથી દેખાવો શરુ થશે.

ફેસબુક પોતાના મેસેજીંગ એપને ફાસ્ટ બનાવવા માગ છે. જેને લઇને આ નિર્ણય લેવાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ફેરફાર મેસેન્જરનિા મોટા રિડીઝાઈનનો ભાગ છે અને સ્ટોરીઝની સાથે દેખાતા પીપલ ટેબને હાઈલાઈટ કરવામાં આવશે. આ રીતે અનેક યુઝર્સની સ્ટોરીઝ એક સાથે સ્ક્રીન પર દેખાશે. માનવામાં આવે છે કે આમ કરીને ફેસબુક સ્નેપચેટને ટક્કર આપવા અને સ્ટોરીઝ ફિચર્સને પ્રમોટ કરવા માગે છે. જેથી વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે.

નવી ડિઝાઈનમાં મોટા આકારમાં દોસ્તોની સ્ટોરીઝ મોટા આકારમાં દેખાશે. આ સિવાય કોન્ટેક્ટ લિસ્ટ પણ દેખાશે.જેમાં સૌથી વધુ યુઝ થતા કોન્ટેક્ટ્સ ઓનલાઈન એક્ટિવ હોવા પર દેખાશે તો મેસેન્જર કિડ્સમાં પણ ફેરફાર કરાશે. જેમાં પેરેન્ટ્સને પહેલાં કરતા બહેતર કંટ્રોલ મળશે અને જોઇ શકશે કે તેમના બાળકો ફેસબુક પર શું કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here