ડિજિટલ પેમેન્ટ : ફેસબુકે ઈ-વોલેટ સર્વિસ ‘ફેસબુક પે’ લોન્ચ કરી, મેસેન્જર, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામથી ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

0
24

ગેજેટ ડેસ્કઃ ડિજિટલ પેમેન્ટના વધતા જતા વલણને જોઈને ફેસબુકે તેની ઈ-વોલેટ સર્વિસ ‘ફેસબુક પે’ લોન્ચ કરી છે. શરૂઆતમાં આ પેમેન્ટ સર્વિસ માત્ર ફેસબુક અને મેસેન્જર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેને વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ માટે લોન્ચ કરવામાં આવશે. હાલમાં આ સર્વિસ અમેરિકામાં શરૂ કરવામાં આવી છે.

સિક્યોરિટી
આ પેમેન્ટ સર્વિસમાં યુઝરને સિક્યોરિટી ઓપ્શન તરીકે PIN અને બાયોમેટ્રિકની સુવિધા આપવામાં આવી છે. આ પેમેન્ટ સર્વિસમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે સિંગલ સિસ્ટમ આપવામાં આવી છે. તેથી યુઝરનો પર્સનલ ડેટા સુરક્ષિત રહે છે. આ ઓનલાઇન પેમેન્ટ

સર્વિસથી શોપિંગ, ઓનલાઇન ટિકિટ બુકિંગ, ડોનેશન અને પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બિઝનેસ પ્લેટફોર્મ બન્યાં છે. યુઝરે અન્ય ઓનલાઇન પેમેન્ટ સર્વિસની આવશ્યકતા ન પડે તે માટે ફેસબુકે આ સર્વિસ લોન્ચ કરી છે. આ સર્વિસમાં યુઝરે પેમેન્ટ કરવાની પદ્ધતિ માટે વારંવાર માહિતી ભરવાની જરૂર નહીં રહે.