Friday, March 29, 2024
Homeતમારી દરેક જાણકારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરશે, લોકેશન પણ ટ્રેક કરશે...
Array

તમારી દરેક જાણકારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરશે, લોકેશન પણ ટ્રેક કરશે : 8 ફેબ્રુઆરી સુધીમાં શરતો નહીં માનો તો અકાઉન્ટ બંધ કરી દેશે.

- Advertisement -

ભારત સહિત દુનિયાના 200 કરોડ વ્હોટ્સએપ યુઝર્સને એક નોટિફિકેશન મળી રહી છે. એમાં જણાવાયું છે કે 8 ફેબ્રુઆરી 2021 સુધી નવી ટર્મ્સ ઓફ સર્વિસ(સેવા શરતો) અને પ્રાઇવસી પોલિસીને એગ્રી(સ્વીકાર) કરો. એવું ન કરતાં તમારું અકાઉન્ટ ડિલિટ કરી દેવાશે, એટલે કે તમે વ્હોટ્સએપ નહીં ચલાવી શકો. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે હવે વ્હોટ્સએપ તમારી દરેક માહિતી તેની મૂળ કંપની ફેસબુક સાથે શેર કરશે. આ પહેલીવાર છે, જ્યારે વ્હોટ્સએપે લખ્યું કે તે ડેટા ફેસબુક સાથે શેર કરશે. અત્યારસુધીમાં તે આ વાતથી ઈનકાર કરતી રહી છે.

નવી શરતોમાં તમારા માટે કેટલું જોખમ

  • વ્હોટ્સએપે પહેલીવાર કહ્યું છે કે તે તમારા દરેક પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ડેટા લેશે. એટલે કે બેન્કનું નામ, કેટલી રકમ અને ડિલિવરીનું સ્થળ વગેરે ટ્રેક થશે. આટલું જ નહીં, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પણ તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જાણી જશે. ટ્રાન્ઝેક્શનની ડિટેલથી કંપની તમારું પ્રોફાઈલિંગ કરશે, એટલે કે જો તમે સમોસાં ખાઓ છો તો તમે ધનિક વ્યક્તિ નથી પણ સ્ટારબક્સ જાઓ છો તો તમે ધનિક વ્યક્તિ છો. તેના પછી તમને મોંઘી ગાડીઓની જાહેરાતો જોવા મળશે.
  • વ્હોટ્સએપ તમારા સ્ટેટસ પણ વાંચશે. તેમાં જોખમ એ છે કે જો તમે લખ્યું કે જણાવો હું કંઈ ગાડી ખરીદું. નવી પોલિસી હેઠળ આ સ્ટેટ્સ ફેસબુક પણ વાંચશે અને તમને ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર વાહન કંપનીઓની જાહેરાતો જોવા મળશે.
  • વ્હોટ્સએપ તમારું લોકેશન પણ એક્સેસ કરશે. તેણે વિકલ્પ આપ્યો છે કે તેને તમે ડિસેબલ કરી શકો છો. જોકે નિર્લજ્જતાપૂર્વક એમ પણ કહ્યું છે કે તેને આઈપી એડ્રેસ અને મોબાઇલ નંબરથી એ તો જાણ થઈ જ જશે કે તમે ક્યાં અવર-જવર કરો છો. ક્યારે ક્યારે જાઓ છો.
  • જો તમે ફોટો, વિડિયો ફોરવર્ડ કરો છો તો તે વ્હોટ્સએપના સર્વર પર વધુ સમય સુધી સ્ટૉર રહેશે. વ્હોટ્સએપે કહ્યું કે તે તમને આવું ફૉરવર્ડ કરવામાં મદદ માટે કહી રહ્યું છે તેનો અર્થ એ છે કે તેની પાસે માહિતી હશે કે એ ફોટો વધારે ફૉરવર્ડ થઈ રહ્યો છે. ફેક ન્યૂઝને ટ્રેક કરવા અને ચૂંટણી ટાણે આવી માહિતી વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
  • વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પર પણ નજર રાખશે. તેનાથી શેર થતા તમામ કેટલૉગ એક્સેસ તેની પાસે હશે.
  • હવે કંપની પાસે એ પણ માહિતી હશે કે તમે કોને સૌથી વધુ વ્હોટ્સએપ કૉલ કરો છો. મહિનામાં કેટલા વ્હોટ્સએપ કોલ કરો છો? તમે કયા ગ્રૂપમાં સૌથી વધુ સક્રિય છો? તમે કેટલાં ગ્રૂપમાં છો? તમારું બ્રૉડકાસ્ટ લિસ્ટ કેટલું છે?
  • વ્હોટ્સએપ તમને મિત્રો, ગ્રૂપ્સ, કન્ટેન્ટ વગેરે અંગે પણ સૂચન કરશે. આટલું જ નહીં શોપિંગ, સંબંધિત ઓફર, ફેસબુક કંપનીના પ્રોડક્ટની જાહેરાતો પણ બતાવશે. એક રીતે વૉટ્સએપ હવે તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે અને તેનું વિશ્લેષણ કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular