ફેસબુકનો નફો 49% ઘટ્યો, પ્રાઈવેસી મામલે સેટલમેન્ટ માટે રૂ. 13,800 કરોડ અલગથી રાખ્યા

0
24

કેલિફોર્નિયા: ફેસબુકને એપ્રિલ-જૂન ત્રિમાસીક ગાળામાં 2.62 અબજ ડોલર (રૂ. 17,940 કરોડ)નો નફો થયો છે. તે 2018ના જૂન ત્રિમાસીકની સરખામણીએ 49% ઓછો છે. તે સમયે 5.1 અબજ ડોલર (રૂ. 35,190 કરોડ)નો નફો થયો હતો. કંપનીએ ડેટા પ્રાઈવેસીના ઉલ્લંઘન મામલે સેટલમેન્ટ માટે 2 અબજ ડોલર (13,800 કરોડ) અલગ રાખ્યા છે. તે કારણે નફામાં ઘટાડો નોંઘવામાં આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીક ગાળામાં પણ આવું થયું હતું. આ દરમિયાન કંપનીએ કાયદાકીય ખર્ચ માટે 3 અબજ ડોલરની રકમ અલગ રાખી હતી. ફેસબુકે બુધવારે ત્રિમાસીક ગાળાના પરિણામ જાહેર કર્યા છે.

એડ્વરટાઈઝિંગ રેવન્યુમાં મોબાઈલ સેગમેન્ટનો 94% હિસ્સો

 • ફેસબુકની રેવન્યુ વધીને 16.9 અબજ ડોલર (રૂ. 1.17 લાખ કરોડ) થઈ ગઈ છે. તે ગયા વર્ષના જૂન ત્રિમાસીક ગાળાની સરખામણીએ 28% વધારે છે. એડ્વરટાઈઝિંગ રેવન્યુમાં મોબાઈલ સેગમેન્ટની 94% હિસ્સો છે. ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં ત્રિમાસીક ગાળામાં 91% હિસ્સો છે.
 • કંપનીના જણાવ્યા પ્રમાણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ (ફેસબુક ફેમિલી)ના દૈનિક યુઝરની કુલ સંખ્યા 210 કરોડ થઈ ગઈ છે. 270 કરોડ લોકો દર મહિને ઓછામાં ઓછી એક સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે.
  • એપ્રિલ-જૂન 2018 એપ્રિલ-જૂન 2019 વધારો
   દૈનિક એક્ટિવ યુઝર્સ 147.1 કરોડ 158.7 કરોડ 8%
   માસિક એક્ટિવ યુઝર્સ 223.4 કરોડ 241.4 કરોડ 8%
   પ્રતિ યુઝર્સ એવરેજ રેવન્યુ 7.05 ડોલર 5.97 ડોલર 18%

    

પ્રાઈવેસીના ઉલ્લંઘન મામલે 5 અબજ ડોલરનો દંડ લાગ્યો
પ્રાઈવેસીના ઉલ્લંઘન મામલે અમેરિકન ફેડરલ ટ્રેડ કમીશન (એફટીસી)ના સેટલમેન્ટ અંતર્ગત ફેસબુકને 5 અબજ ડોલર (34,500 કરોડ રૂપિયા) ચૂકવવા પડશે. ફેસબુકને પહેલેથી જ આટલા દંડની આશંકા હતી. તેથી તેણે છેલ્લા બે ત્રિમાસીક ગાળામાં 5 અબજ ડોલરની રકમ અલગ રાખી છે. માર્ચ 2018માં ફેસબુક ડેટા લીકનો સૌથી મોટો કેસ સામે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here