સુવિધા : ICICI બેંકે ગ્રાહકોની સુવિધા માટે ઈન્ટરનેટ બેંકિંગ પર ઈન્સ્ટન્ટ EMI સર્વિસ શરૂ કરી

0
6

પ્રાઈવેટ સેક્ટરની ICICI બેંકે તેના ગ્રાહકો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં ગ્રાહકોને ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર ઈન્સ્ટન્ટ EMIની સર્વિસ મળશે. આ સર્વિસનું નામ “[email protected] ઈન્ટરનેટ બેંકિંગ” છે. બેંકની આ સુવિધાની મદદથી ગ્રાહકોને ડિજિટલ રીતે EMIનો લાભ મળશે. તે સાથે પ્રી-અપ્રૂવ્ડ ગ્રાહકોને પાંચ લાખ સુધીના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શનને માસિક હપ્તામાં પણ સરળતાથી બદલી શકાય છે.

ઈન્સ્ટન્ટ EMIની સુવિધા આપનારી આ પહેલી બેંક

ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર ઈન્સ્ટન્ટ EMIની સુવિધા આપનારી આ પહેલી બેંક છે. આ પહેલા કોઈપણ બેંકે ગ્રાહકોને આ સુવિધા નથી આપી. રિપોર્ટના અનુસાર, આ સુવિધા માટે બેંકે BillDesk અને Razorpay સાથે કરાર કર્યો છે.

કેવી રીતે ‘EMI @ ઈન્ટરનેટ બેંકિંગ’ સુવિધાનો લાભ લઈ શકાશે-

તેના માટે મર્ચન્ટ વેબસાઈટ અને એપ પર ખરીદવા માગતા હોવ તે પ્રોડક્ટ અથવા સર્વિસ પસંદ કરો.

ત્યારબાદ પેમેન્ટ મોડમાં ICICI બેંક ઈન્ટરનેટ બેંકિંગ પર ક્લિક કરો.

તમારે તમારું યુઝર ID અને પાસવર્ડ એન્ટર કરવો પડશે.

પેમેન્ટ ડિટેઈલ પેજ “Convert to EMI instantly” પર ટેબ કરો.

પેમેન્ટ ટેનયોર પંસદ કરો.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP એન્ટર કરતાં જ તમારું પેમેન્ટ થઈ જશે. ​​​​​​​

બેંકના અધિકારીએ જાણકારી આપી

રિપોર્ટ્સના અનુસાર, આ સર્વિસને લોન્ચ કરતા બેંકના અધિકારી સુદીપ્ત રોયે કહ્યું, EMI @ ઈન્ટરનેટ બેંકિંગની અમારી નવી સર્વિસ ગ્રાહકો માટે હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે EMIની સુવિધા આપશે. તેનાથી ગ્રાહકોની સુવિધા પણ વધશે, કેમ કે, આ બધું સંપૂર્ણ રીતે ડિજિટલ અને ઝડપથી થશે. અમારું માનવું છે કે, આ સુવિધા અમારા લાખો પ્રી અપ્રૂવ્ડ કસ્ટમર્સને તેમની જરૂરિયાત માટે સંપૂર્ણ રીતે સંપર્ક વિના, ઝડપી, ડિજિટલ અને સુરક્ષિત રીતે ખરીદારી કરવાની સુવિધા આપશે.

આ સુવિધાના ફાયદા-

આ સુવિધા દ્વારા બેંકના ગ્રાહક 50 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીની પ્રોડક્ટ ખરીદી શકે છે. તે સિવાય ગ્રાહક EMI માટે ત્રણ મહિના, છ મહિના, નવ મહિના, અને 12 મહિનામાં કોઈપણ ઓપ્શન પસંદ કરી શકે છે. તે સિવાય ગ્રાહક બેંકના ઈન્ટરનેટ પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરતા સમયે તેમના ઉચ્ચ મૂલ્યના ટ્રાન્ઝેક્શનને તાત્કાલિક અને ડિજિટલ રૂપે EMIમાં કન્વર્ટ કરી શકે છે.

તે સિવાય ગ્રાહક આ સુવિધાથી પોતાની પસંદગીના ગેજેટની ખરીદી કરી શકે છે, વીમા પ્રીમિયમની ચૂકવણી પણ કરી શકે છે અને બાળકોની સ્કૂલ ફી પણ જમા કરાવી શકે છે અને ત્યારબાદ આ ખર્ચાને ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ દ્વારા સરળ હપ્તામાં ચૂકવણી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here