હકીકત સામે : 2003માં આ ફોટોગ્રાફરે પોતાના પ્રોજેક્ટ ‘વી એનિમલ્સ મીડિયા’ની શરૂઆત કરી હતી

0
4

કેનેડાની ફોટોગ્રાફર જોએન મેકઅર્થ દુનિયાભરનાં પ્રાણીઓ સામે થતા અત્યાચારને ફોટોગ્રાફીના માધ્યમથી લોકો સામે મૂકે છે. 2003માં આ મહાન ફોટોગ્રાફરે પોતાના પ્રોજેક્ટ ‘વી એનિમલ્સ મીડિયા’ની શરૂઆત કરી હતી. તે માત્ર ફોટોગ્રાફર જ નહિ પણ ફિલ્મ મેકિંગના માધ્યમથી પ્રાણીઓ સાથે થતા અત્યાચાર પ્રત્યે લોકોનું ધ્યાન દોરે છે. હાલ જોએન સાથે બીજા 40 ફોટોગ્રાફર કામમાં વ્યસ્ત છે.

જોએને કહ્યું, અમે આ પ્રાણીઓની ઘણી નજીક છીએ. અમે તેમના જીવનને પૂરી રીતે જાણવાનો પ્રયત્ન કર્યો છે. આ તે જ પ્રાણીઓ છે જેમની ચામડી કપડાં માટે થાય છે. ઘણીવાર સકર્સમાં મનોરંજન માટે તેમને હેરાન કરવામાં આવે તો ક્યારેક ધર્મના નામે બલિ ચઢાવી દેવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવું ઘણું જરૂરી છે. જોએન ઝૂમાં એનિમલ્સ લાઈફને નજીકથી જોવા અત્યાર સુધીમાં 60 દેશોની યાત્રા કરી ચૂકી છે.

પોતાનું જીવન પ્રાણીઓને સમર્પિત કર્યું
પોતાનું જીવન પ્રાણીઓને સમર્પિત કર્યું

જોએનની ફર્સ્ટ બુકનું નામ ‘વી એનિમલ્સ’ હતું. અન્ય બુક્સ હિડન: ‘એનિમલ્સ ઈન ધ એંથ્રોપ્રોસિન’ અને ‘કેપ્ટિવ’ છે. તેની ફોટોગ્રાફીને નેચર ફોટોગ્રાફર ઓફ ધ યર અને ધ યર કોમ્પિટિશન 2020માં મેન એન્ડ નેચર કેટેગરી હેઠળ સન્માનિત થઇ ચૂકી છે. 2018માં તેને ઇનોવેશન અવોર્ડ ફોર પબ્લિક એન્ગેજમેન્ટ અને 2017માં ધ ગ્લોબલ પીસ ફોટો અવોર્ડ મળ્યો છે.

જોએનની ક્લિક દરેકનું દિલ જીતી લે છે
જોએનની ક્લિક દરેકનું દિલ જીતી લે છે

જોએન મેકઅર્થ પોતાને એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર નહિ પરંતુ પ્રાણીઓ સાથે મનુષ્યનું રિલેશન દર્શાવતી ફોટોગ્રાફરની ઉપલ્બધિ વધારે પસંદ કરે છે. જોએન કહે છે, આ એ જ મનુષ્યો છે જે ઘણીવાર પ્રાણીઓને નુકસાન કરે છે, તો ક્યારેક તેમની પર પ્રેમ વરસાવે છે, ખોળામાં બેસાડે છે તો ક્યારેક તેની સાથે રમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here