આમિર ખાનનો ભાઈ ફેઝલ ખાન 19 વર્ષ બાદ ‘ફેક્ટરી’ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે

0
45

બોલિવૂડ ડેસ્ક: આમિર ખાનના ભાઈ અને ‘મેલા’ ફિલ્મમાં તેનો કો-સ્ટાર રહી ચૂકેલ ફેઝલ ખાન ટૂંક સમયમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવાનો છે. ફેઝલ ખાન ફેક્ટરની નામની એક્શન થ્રિલર ફિલ્મને ડિરેક્ટ કરવાનો છે. જોકે, આ વાતની આમિરને જાણકારી નથી અને આ ખુદ ફેઝલે કન્ફ્રર્મ કર્યું છે.

માતા અને ભાઈને ખબર ન હતી 
ફેઝલે કહ્યું કે, ‘હું હંમેશાં ડિરેક્શન કરવા ઈચ્છતો હતો પરંતુ આ બધું સ્વાભાવિક રૂપથી થયું. અમારી પાસે ફેક્ટરી ફિલ્મનું ડિરેક્શન કરવા માટે શારિક મિન્હાઝ હતા પરંતુ ડેટ્સની સમસ્યાને કારણે તે કામ ન કરી શક્યા. ત્યારબાદ મેં જ ડિરેક્શનમાં એન્ટ્રી લીધી. ખાસ વાત એ છે કે મારી માતા જીનત અને ભાઈ આમિરને આ વાત ખબર જ નથી. જોકે ફિલ્મ વિશે તેમને બધી જાણકારી છે. હું તેમને ફિલ્મના એક શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું થયા બાદ સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો. હું એમના રિએક્શનની રાહ જોઈ રહ્યો છું.

ફિલ્મમાં ગીત પણ ગાશે 
ફેઝલ ‘ફેક્ટરી’ ફિલ્મમાં ‘ઇશ્ક તેરા’ ગીત પણ ગાવાનો છે. ફેઝલ ખાને 1994માં ‘મદહોશ’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. પરંતુ તેને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું. આમિરે તેના ભાઈનું કરિયર બચાવવા 1999માં ‘મેલા’ ફિલ્મ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here