સિંધુ બોર્ડર પર મેળા જેવો માહોલ, રોજની જેમ લંગર શરૂ થયા, કેટલીક સંસ્થાઓ ખેડૂતોને ચીજવસ્તુ આપી રહી

0
4

દિલ્હીને હરિયાણાથી જોડતી સિંઘુ બોર્ડર પાછલા પખવાડિયાથી બંધ છે. હરિયાણા અને પંજાબના ખેડુતો માટે આ સ્થાન સૌથી મોટું પ્રદર્શન સ્થળ છે. પરંતુ ખેડૂતોના સમર્થનમાં જ્યારે આજે આખુ ભારત બંધ છે ત્યારે આ સિંધુ સરહદ પર મેળા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આજે આખા ભારતમાં રસ્તાઓ લગભગ સૂમસામ નજરે પડી રહ્યા છે, જ્યારે સિંઘુ બોર્ડર પરના રસ્તે પગ મૂકવાની જગ્યા નથી.
આજે આખા ભારતમાં રસ્તાઓ લગભગ સૂમસામ નજરે પડી રહ્યા છે, જ્યારે સિંઘુ બોર્ડર પરના રસ્તે પગ મૂકવાની જગ્યા નથી.

 

પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરીકેડ્સની એક તરફ સુરક્ષા દળના જવાનો તૈનાત છે અને બીજી બાજુ ખેડૂતોની લાંબી કતારો છે. ખેડુતોની આ લાઇન આજુબાજુ ‘સંઘર્ષની ઉજવણી’ ચાલી રહી છે, જે ખરેખર મેળાની જેમ લાગી રહી છે. થોડા-થોડા અંતરે એક સ્ટોલ લાગેલો છે અને દરેક સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. આજે આખા ભારતમાં રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે, ત્યારે આજે સિંઘુ બોર્ડર પરના રસ્તે પગ મૂકવાની જગ્યા નથી.

થોડા થોડા અંતરે એક સ્ટોલ લાગેલો છે અને દરેક સ્ટોલ પર લોકોની ભીડ ઉમટી પડી છે.
થોડા થોડા અંતરે એક સ્ટોલ લાગેલો છે અને દરેક સ્ટોલ પર લોકોની ભીડ ઉમટી પડી છે.

 

મોટાભાગની ભીડ ખાલસા એડના સ્ટોલ પર જોવા મળે છે કારણ કે અહીં કાજુ-બદામના પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે તો કેટલીક વાર દેશી ઘીથી બનેલા વસાણાં તો ક્યાંક પ્રદર્શંકારીઓ માટે ટુવાલ-ચપ્પલ, સાબુ અને માસ્ક જેવી વસ્તુઓ વહેંચવામાં આવે છે. પ્રદર્શન સ્થળે લંગર ખાનારા લોકોમાં જેટલી સંખ્યા બહારથી આવેલા ખેડુતોની છે લગભગ તેટલી સંખ્યા નજીકના ગામોથી પહોંચેલા લોકો અને બાળકોની પણ છે.

સિંઘુ બોર્ડર પરની દુકાનો પણ બાકીના દિવસો જેવી લાગે છે. જો કે ભારત બંધને કારણે અહીં કેટલીક દુકાનો આજે બંધ છે પરંતુ અનેક એવા દુકાનદારો પણ છે જે માને છે કે તેમણે આજે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની સુવિધા માટે દુકાનો ખુલ્લી રાખી છે.

અનેક દુકાનદારો એવા પણ છે જેઓ માને છે કે તેમણે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની સુવિધા માટે આજે દુકાન ખુલ્લી રાખી છે.
અનેક દુકાનદારો એવા પણ છે જેઓ માને છે કે તેમણે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની સુવિધા માટે આજે દુકાન ખુલ્લી રાખી છે.

 

મોબાઈલ ચાર્જર અને કેબલનો સ્ટોલ લગાવતા સંતોષ કહે છે, ‘અહીં આવેલા લોકો ઘણા દિવસો પહેલા ઘરોની બહાર નીકળ્યા હતા અને ઘણા લોકો પોતાનું ચાર્જર અને કેબલ લઈને આવ્યા નથી. આજકાલ આ વસ્તુઓની સૌથી વધુ જરૂર છે. મેં અહીં ખેડૂતોની સુવિધા માટે સ્ટોલ ઉભો કર્યો છે.’

મોબાઈલ ચાર્જરનો સ્ટોલ લગાવનાર સંતોષ કહે છે, 'ખેડૂતોની સુવિધા માટે મેં અહિયાં સ્ટોલ લગાવ્યો છે.'
મોબાઈલ ચાર્જરનો સ્ટોલ લગાવનાર સંતોષ કહે છે, ‘ખેડૂતોની સુવિધા માટે મેં અહિયાં સ્ટોલ લગાવ્યો છે.’

 

સંતોષની જેમ સોનુએ પણ આજે પોતાની દુકાન ખુલ્લી રાખી છે, જે વાળંદનું કામ કરે છે. જોકે, સોનુ કહે છે કે પ્રદર્શંકારીઓએ તેને દુકાન બંધ કરવાનું કહ્યું હતુ, અને જો ખેડૂતો વાંધો ઉઠાવશે તો તેઓ તરત જ તેની દુકાન બંધ કરી દેશે.

સોનું કહે છે કે પ્રદર્શંકારીઓએ તેને દુકાન બંધ કરવા કહ્યું હતું અને જો ખેડૂતોને વાંધો હશે તો તે પોતાની દુકાન તરત જ બંધ કરી દેશે.
સોનું કહે છે કે પ્રદર્શંકારીઓએ તેને દુકાન બંધ કરવા કહ્યું હતું અને જો ખેડૂતોને વાંધો હશે તો તે પોતાની દુકાન તરત જ બંધ કરી દેશે.

 

જેમ જેમ દિવસ વધતો જાય છે તેમ તેમ સિંઘુ બોર્ડર પર ભીડ પણ વધી રહી છે. ખેડૂત નેતાઓ સ્ટેજ પરથી લોકોને સંબોધન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો બેસીને તેના શબ્દો ધ્યાનથી સાંભળી રહ્યા છે. સવારે જ્યાં આખા વાતાવરણમાં ધાર્મિક સંગીત અને ગુરુ વાણીનો અવાજ સંભળાતો હતો ત્યાં હવે આંદોલનના સૂત્રોચ્ચાર ચારે બાજુ ગુંજાય છે. અહીં આવતા ખેડુતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ભારત બંધને દેશના ખૂણે ખૂણે સમર્થન મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here