બનાસકાંઠા : લાખણીમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું…

0
0
ચૂંટણી કાર્ડના ડેટામાં ચેડા કરી બિનઅધિકૃત રીતે ચૂંટણીકાર્ડ કાઢી આપનાર ઈસમ સામે  ફરિયાદ દાખલ….
બનાસકાંઠા જિલ્લા ના લાખણી  ખાતે આવેલ સી. એસ. સી. સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેર નો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે ચૂંટણી કાર્ડ કાઢી આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે….
જાણવા મળતી માહિતી અનુસાર લાખણી તાલુકાના જસરા ગામ ની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરમાર જીવાભાઈ ધુળાભાઈ જેઓ ૩૨  બાયડ વી.મ.વી  નામ મતદાર છે જેમનું ચૂંટણી કાર્ડ નંબર IK 02211340 ખોવાઈ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડ ની જરૂરિયાત પેદા થઈ હોઈ  જેઓ લાખણી ગ્રામ પંચાયત કચેરીના આગળના ભાગે આવેલ નેશનલ સી.એચ.સી સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડ માં સુધારો વધારો કરી આપવા ની માહિતી મળતા તેઓ લાખણી ગ્રામ પંચાયત આવેલ સી. એસ.સી સેન્ટર ધરાવતા માજીરાણા અમરતભાઈ  વસાભાઈ રહે.લાખણી પાસે જઈને ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડ માં સુધારો  કરીને ચુંટણી કાર્ડની નકલ અમરત  ભાઈને આપેલ હોવાનું પરમાર જીવાભાઈ ધુળાભાઈ નિવેદન માં જણાવ્યું તેવી માહિતી મળી હતી..
વાત કરીએ તો ચૂંટણી કાર્ડ બનાવટી હોવાનું જાણતા  મતદાન અધિકારી શ્રી મહેન્દ્રભાઈ. એમ. દેસાઈ દિયોદર નાયબ કલેકટર તેમણે સી.એચ.સી ના  સંચાલક અમરત ભાઈ ની દુકાને જઈ તેમનું કોમ્પ્યુટર તેમજ સી. પી. યુ. કચેરી ખાતે લઇ જઇ તપાસ કરતા જેમા skprints . xyz.PORTAL  સોફ્ટવેર મા સુધારો કરી આપવાનું જાણવા મળ્યું હતું જોકે વધુ  તપાસ હાથ ધરતા આ સોફ્ટવેર ફેસબુક દ્વારા બે હજાર રૂપિયાની કિંમતે ખરીદી લીધું છે તેવું પણ જાણવા મળ્યું હતું ત્યારે આ બનાવટી ચૂંટણીકાર્ડ કાઢી આપવા અને સુધારો કરી આપવા બાબતે અને મતદાન નોંધણી અધિકારી ના બનાવટી ડિજિટલ દસ્તાવેજો ઉભા કરી છેતરપિંડી આચરવાનું તેમજ ગેરકાયદેસર આવું કાર્ય કરનાર ઈસમ વિરુદ્ધ આઈ. સી.પી.કલમ ૧૨૦એ,૧૯૨,૧૯૭,૪૧૫,૪૬૩,૪૬૪,૪૬૫,૪૬૬,૪૬૮,૪૭૦,૪૭૧ તથા આઈ ટી. એકટ અને સાયબર ક્રાઈમ ની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે..
અહેવાલ : લલિત દરજી,CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here