Tuesday, March 18, 2025
HomeઅમદાવાદAHMEDABAD : ગુજરાતના મુખ્ય સચિવનું નકલી ફેસબુક એકાઉન્ટ

AHMEDABAD : ગુજરાતના મુખ્ય સચિવનું નકલી ફેસબુક એકાઉન્ટ

- Advertisement -

આજકાલ સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યાં છે. સાયબર ગુનેગારો છેતરપિંડી કરવાના અવનવા રસ્તાઓ શોધતા રહે છે. હવે આવા લોકો ફેસબુક દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે સામાન્ય માણસથી લઈને મોટા અધિકારીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશીનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરી છે. આ નકલી એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ પોતાને CRPF અધિકારી હોવાનો દાવો કરીને પૈસાની માંગણી કરી છે.

‘કોઈએ પૈસા ટ્રાન્સફર કરવા નહીં’ 

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશીના નામે જાણ્યા વ્યક્તિએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. આ નકલી એકાઉન્ટ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી છે. આ નકલી એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ પોતાને CRPF અધિકારી હોવાનો દાવો કરીને પૈસાની માંગણી કરી છે. આ અંગે સચિવ પંકજ જોશીએ જણાવ્યું છે કે,’કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા નામે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને કોઈએ પૈસા ટ્રાન્સફર કરવા નહીં.’

બીજી તરફ તેમણે ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણ કરી છે. પોલીસે સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular