Friday, April 19, 2024
Homeરાજકોટ : રેલવેમાં નોકરી અપાવવાનું કહી નકલી ઓર્ડર ધાબડી બેરોજગાર પાસેથી રૂ.4-8...
Array

રાજકોટ : રેલવેમાં નોકરી અપાવવાનું કહી નકલી ઓર્ડર ધાબડી બેરોજગાર પાસેથી રૂ.4-8 લાખ ખંખેરવાનું કૌભાંડ.

- Advertisement -

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નોકરીવાંછુક યુવકોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપતી ગેંગ રાજકોટમાં સક્રિય થઇ છે. આ ગેંગે રાજકોટ, કાલાવડ અને પાલનપુર સહિતના વિસ્તારના યુવકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. રેલવેમાં કાયમી નોકરી માટે રૂ.4 લાખથી માંડી રૂ.8 લાખ સુધીની રકમ યુવકો પાસેથી પડાવવામાં આવતી હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કેવડાવાડી અને 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતી આ ગેંગે અનેક યુવકોને પોતાની ઓફિસે બોલાવ્યા હતા અને રેલવેમાં નોકરીની પૂરતી ખાતરી આપી હતી, રેલવેની મુંબઇ હેડ ઓફિસ ખાતે જઇને ત્યાં ઓર્ડર મળે તો જ રૂપિયા ચૂકવવાના તેવું કહી યુવકોને પૂરતો વિશ્વાસ અપાવવામાં આવતો હતો.

ચીટર ગેંગ યુવકોને મુંબઇ લઇ જતી હતી અને ત્યાં રેલવેની હેડ ઓફિસની બહાર ઊભા રાખવામાં આવતા હતા, એક શખ્સ રજિસ્ટર લઇને બહાર આવતો હતો અને યુવક પાસે રજિસ્ટરમાં સહી લેવામાં આવતી હતી ત્યાર બાદ એ યુવકને રેલવેમાં નોકરીનો ઓર્ડર આપવામાં આવતો હતો, ઓર્ડર મળ્યાના બે દિવસ બાદ નોકરી સ્થળે હાજર થઇ જવાનું કહેવામાં આવતું હતું.લાખો રૂપિયા હાથ આવ્યા બાદ ચીટર ગેંગ અલગ અલગ બહાના કાઢી યુવકોને નોકરી સ્થળે હાજર થવાનું ટાળતા હતા, લાંબો સમય વીતી જવા છતાં નોકરી નહીં મળતા તેમજ અંતે ચીટરોએ પણ ફોન ઉપાડવાનું બંધ કરતાં યુવકોને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું. છેલ્લા છ મહિનાથી ચાલતા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં અનેક યુવકો ફસાયા છે. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મુંબઇ રેલવેની હેડ ઓફિસ બહાર નિમણૂક ઓર્ડર અપાતા’તા

ભોગ બનનાર યુવકોએ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, રેલવેની મુંબઇ હેડ ઓફિસેથી નિમણૂક લેટર મળશે તેવી ખાતરી અપાતા યુવકો મુંબઇ જતા હતા અને રેલવેની હેડ ઓફિસ બહાર એક વ્યક્તિ કોટ પહેરીને બહાર આવતો હતો તેની ઓળખ ઝાલા સાહેબ તરીકે અપાતી હતી, તે વ્યક્તિ રેલવેમાં નિમણૂક લેટર આપતો હતો, અને તેની હાજરીમાં જ ચીટરો લાખો રૂપિયા પડાવતા હતા.

રાજકોટ કચેરીએ બાયોમેટ્રિક બંધ છે, ચાલુ થાય એટલે હાજર થજો

ઓર્ડર મળ્યાના બે દિવસ બાદ યુવકને રાજકોટ જંક્શન રેલવે સ્ટેશને હાજર થવાનું મૌખિક કહેવામાં આવ્યું હતું, મુંબઇથી રાજકોટ આવ્યા બાદ યુવક રાજકોટ નોકરી સ્થળે હાજર થવાની તૈયારીમાં હતો ત્યારે ચીટર ગેંગ પૈકીના એક શખ્સે કહ્યું હતું કે, બાયોમેટ્રિક બંધ હોવાથી તમારી હાજરી પૂરી શકાશે નહીં, બાયોમેટ્રિક ચાલુ થાય પછી તમારે હાજર થવાનું રહેશે,યુવકને મળેલો ઓર્ડર લેટર પણ નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular