Saturday, September 25, 2021
Homeનકલી જેલ : ઇંગ્લેન્ડમાં લોકો સ્પેશિયલ રૂપિયા આપીને જેલમાં લઇ મિત્રો સાથે...
Array

નકલી જેલ : ઇંગ્લેન્ડમાં લોકો સ્પેશિયલ રૂપિયા આપીને જેલમાં લઇ મિત્રો સાથે પાર્ટી કરે છે

ઘણા લોકો જેલનું નામ સાંભળે એટલે ડરી જાય છે પણ ઇંગ્લેન્ડમાં લોકો સ્પેશિયલ રૂપિયા આપીને જેલમાં લઇ મિત્રો સાથે પાર્ટી કરે છે. જી હા, આ વાત સાચી છે. આ કોઈ અસલી જેલ નહીં પણ કોકટેલ બાર છે. આ બારમાં આવતાની સાથે જ ગ્રાહકોને જાણે જેલમાં આવી ગયા હોય તેવું લાગે છે તેમને કપડાં પણ કેદીઓ જેવા આપવામાં આવે છે. લંડન પછી આવતા મહીને માંચેસ્ટરમાં કોકટેલ બાર લોન્ચ થશે.

કોરોનાને લીધે બાર બંધ હતો
આ પ્રિઝન કોકટેલ બારનું નામ ‘એલ્કોટ્રાઝ’ છે. લંડનમાં આવેલા આ બારમાં આવવા માટે લોકો પડાપડી કરે છે. હમણાં થોડો સમય કોરોના મહામારીને લીધે આ બાર બંધ હતો , પણ તે ખુલતાની સાથે ગ્રાહકોની અવર-જવર શરુ થઈ ગઈ. આ કોકટેલ બારમાં ગ્રાહકોને ઘણી ગેમ્સ પણ રમાડવામાં આવે છે. ગ્રાહક આવતાની સાથે જ તેમને ઓરેન્જ કલરનો જમ્પસૂટ પહેરાવવામાં આવે છે. જેથી ગ્રાહકોને એકદમ કેદી જેવી ફીલિંગ આવે.

બાર ટેન્ડરનાં કપડાં પણ જેલના કેદી જેવા હોય છે
કોકટેલ બારમાં જેલમાં જેવી રચના હોય તેવી જ છે. અહીં અલગ-અલગ સેલ બનાવવમાં આવ્યા છે. સૌથી ઈન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, આ બારમાં કોઈ મેન્યુ નથી,કારણકે આ તો જેલ છે. અહીં આવનારાએ આલ્કોહોલ સ્મગલિંગ ગેમ રમવાની હોય છે. આ ગેમ જીતનારાને તેના મિત્ર સાથે ફેવરિટ ડ્રિંકની મજા માણવા મળે છે. અહીં આવનારાએ ડ્રિંક પીવા માટે સ્મગલિંગ કરવું પડે છે. અહીંના બારટેન્ડરનાં કપડાં પણ જેલના કેદી જેવા જ હોય છે.

થોડા જ સમયમાં આ થીમ ગ્રાહકોને ગમી ગઈ
આ બારના ક્રિએટર અને ઇવેન્ટિવ પ્રોડક્શનના ફાઉન્ડર સેમ શેર્મેને કહ્યું, જેલ થીમના કોકટેલ બાર લોન્ચ કરતાની સાથે જ અમે લંડનમાં પોપ્યુલર બની ગયા. થોડા જ સમયમાં અમે કસ્ટમરના દિલમાં જગ્યા બનાવી લીધી. આવતા મહીને અન્ય એક જેલ થીમનું કોકટેલ બાર માંચેસ્ટર શહેરમાં શરુ કરવાના છે. આવનારા સમયમાં અમે અન્ય ઘણા શહેરોમાં અમારા કોકટેલ બાર લોન્ચ કરીને ગ્રાહકોને અલગ જ એક્સપીરિયન્સ આપીશું.

પ્રિઝન કોકટેલ બારમાં આવવા માટેની ટિકિટ 3600 રૂપિયા છે. આટલા રૂપિયા ખર્ચો તો ઇંગ્લેન્ડમાં જેલ એટલે કે કોકટેલ બારમાં મિત્રો સાથે ડ્રિંક કરવાની મજા માણવા મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments