દહેગામ : ધોધમાર વરસાદ પડતા ખેતી ના પાકો ને ભારે નુકશાન

0
0

દહેગામ તાલુકાના ખેતરોના ઉભા પાકોમા પાણી ભરાઈ જતા વાવાઝોડા સાથે આવેલા વરસાદે બાજરીના પાકોને ધરાશઈ કરી દેતા ખેતરોમા કાપેલા બાજરીયા અને પુરા કોહવાઈ ગયા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા છેલ્લા દસેક દીવસથી વરસાદી માહોલ ચાલુ છે. ત્યારે વરસાદ બંધ નહી રહેતા તાલુકાના ખેડુતોએ બાજરીના બાજરીયા લણવાના ચાલુ કરી દેતા ખેતરોમા હાલમા ઠેર ઠેર બાજરીના પાકોનુ વાવેતર હોવાથી બાજરીયા દેખાઈ રહ્યા છે. અને આ વર્ષે ચોમાસુ સક્રીય હોવાથી ડાંગરના પાકોમા સારા થવાના એધાણ હતા ત્યારે અચાનક ગઈ રાત્રીએ વરસાદ વાવાઝોડા સાથે ધોધમાર તુટી પડતા લણેલા બાજરીયા અને બાજરીના પુરા પાણી ભરાતા કોહવાઈ જવા પામ્યા છે.

અને ડાંગરના પાકો વાવાઝોડુ આવતા ધરાશઈ થઈ જતા તૈયાર થયેલા ડાંગરના પાકો ધરતી ઉપર ધરાશઈ થતા ડાંગરના પાકોને ભારે નુકશાન થવા પામ્યુ છે. અને તેથી ખેડુતોએ ખેતી પાછળ કરેલા ખર્ચાઓ માથે પડે તેવા એધાણ વર્તાતા જગતનો તાત ખેતરમા જઈને ખેતરના એક ખુણામા બેસીને લમણા વાળીને બેસી જવા પામ્યો છે. કારણ કે આટલી મોંઘવારીમા બીયારણો, ખાતરો, દવાઓ અને મજુરી માથે પડતા જગતના તાત ઉપર માથે વીજળી પડી હોય તેટલો ભાર વધી જવા પામ્યો છે અને તૈયાર થયેલા પાકો ઝુંટવાઈ જતા જગતના તાતમા ભારે ચિંતાના વાદળો વરસી રહ્યા છે.

બાઈટ : ઈશ્વરભાઈ ગલાભાઈ દેસાઈ, ખેડુત

 

તો તાલુકાના ખેડુતોની માંગ થવા પામી છે કે અમારા તૈયાર થયેલા પાકો બગડી જતા સરકાર અમને વળતર આપે નહીતર અમે નોધારા થઈ જઈશુ તેવી રજુઆત કરતા ખેડુતો જોવા મળી રહ્યા છે. દહેગામ પંથકમા રાત્રીના સમયે ૨ ઈંચ વરસાદ ખાબકી પડતા ખેતીના પાકોને થયેલુ ભારે નુકશાન.

બાઈટ : ડાયાભાઈ ઠાકોર, ખેડુત

 

  • દહેગામ પંથકમા પડેલા ધોધમાર વરસાદથી તૈયાર થયેલા બાજરીના પાકો, ડાંગરના પાકો અને કપાસમા પાણી ભરાઈ જતા ખેડુતોના ખર્ચાઓ માથે પડતા જગતના તાતમા વ્યાપેલી ભારે ચિંતા
  • ખેડુતોએ ખેતી પાછળ અઢળક ખર્ચાઓ કર્યા પરંતુ પાક તૈયાર થયો ત્યારે જ વરસાદે ખેડુતોના મોઢામાંથી કોડીયો ઝુંટવી લેતા ખેડુતોને રાતા પાણીએ રોવાનો સમય આવી ગયો
  • છેલ્લા દસ દીવસથી વરસાદી માહોલ ચાલુ હતો પરંતુ ગઈ રાત્રીએ જે વરસાદ પડ્યો તે મોસમનો જોરદાર વરસાદ કહી શકાય
  • ખેડુતોના ખેતરોમા પાણી ભરાઈ જતા હાલમા ખેડુતોની ઉંઘ ઉડી જવા પામી છે

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here