જામનગર : 109 વર્ષના વૃદ્ધની બેન્ડવાજા સાથે અંતિમયાત્રા કાઢી વૃદ્ધની અંતિમ ઇચ્છા પરિવાજનોએ પૂર્ણ કરી

0
24

જામનગર: જામનગરના ઓશવાલ સેન્ટર નજીકના વિસ્તારમાં રહેતા 109 વર્ષની વયના વયોવૃદ્ધનું અવસાન થતાં તેઓની અંતિમ ઇચ્છા મુજબ પરિવારજનો દ્વારા આજે બેન્ડવાજા સાથે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

 

પરિવારજનોએ બેન્ડવાજા પર રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો

જામનગરમાં સેટ રસ્તાથી ઓશવાલ સેન્ટર તરફ જવાના માર્ગે રહેતા અને નિવૃત જીવન જીવતા 109 વર્ષની વયના બાગાભાઈ ઇશાભાઈ પરમાર નામના વયોવૃદ્ધનું આજે સવારે દેહાવસાન થયું હતું, મૃતકની 100વર્ષની જીવન કારકિર્દી પછી પોતાની અંતિમક્રિયા વાજતે ગાજતે કરવામાં આવે અને પોતાને રાજીખુશીથી વિદાય આપે તેવી પરિવારજનો સમક્ષ અંતિમ ઇચ્છા મૂકી હતી, જે ઇચ્છા અનુસાર મૃતકના પરિવારજનો દ્વારા આજે સવારે બેન્ડવાજા સાથે વાજતે ગાજતે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. સાત રસ્તાથી ઇન્દિરા માર્ગ, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી અને નાગનાથ ગેઇટ સર્કલ થઈ જામનગરના આદર્શ સ્મશાને પહોંચી ત્યાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી. સ્મશાન યાત્રાના સમગ્ર માર્ગ પર પરિવારજનો દ્વારા બેન્ડ પાર્ટીની મદદથી વાજતે ગાજતે અંતિમ વિદાય માટે લઈ ગયા હતા. અને કેટલાક સ્થળોએ રૂપિયા પણ ઉડાવ્યા હતા અને સદી વટાવી ચૂકેલા વયોવૃદ્ધની તમામ અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here