સુરત : CA પંછીલા આપઘાત કેસમાં પરિવારે સંજય અગ્રવાલ વિરૂધ્ધ ગુનો નોંધવા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું

0
6

સુરત. વરાછાના યોગીચોક વિસ્તારમાં રહેતી  CA પંછીલા લુણાગરીયા આપઘાત કેસમાં આજે પરિવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. પરિવારે માંગ કરી છે કે, સંજય અગ્રવાલ વિરૂધ્ધ ગુનો નોંધીને યોગ્ય તપાસ કરવામાં આવે કારણ કે તેણે પંછીલાને અન્ય જગ્યાએ નોકરી પર લાગતાં મેઈલ અને ફોનમાં ધમકી આપી હતી. જેથી પંછીલાએ આપઘાત કર્યો હતો. તમામ બાબતે યોગ્ય તપાસ કરી પગલાં લેવાની માંગ પંછીલાના પરિવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને કરી છે.

તપાસ પીએસઆઈને સોંપાઈ

સીએ.સંજય અગ્રવાલે કેસ કરવાની ધમકી આપી હોવાના કારણે તણાવમાં રહેતી સીએ પંછીલાએ આત્મહત્યા કર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ કેસમાં સરથાણા પોલીસે એએસઆઈ પાસેથી તપાસ આંચકી લઈને પીએસઆઈને સોંપી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, પંછીલાનું જે લેપટોપ હતું તે લેપટોપ પોલીસ સ્ટેશને લઈ આવી હતી. જેમાં સીએ સંજય અગ્રવાલ અને પંછીલા વચ્ચે ઈમેલથી જે વાતચીત થઈ હતી તેની તમામ વિગતો મેળવી તેની પ્રિન્ટ કાઢી લીધી હતી. પંછીલા અને સંજય અગ્રવાલ વચ્ચે મેસેજથી પણ વાત થઈ હશે તો સીડીઆરમાં આવી જશે. ટૂંકમાં આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો કોલ ડિટેઇલ્સ છે.

જાહેર કાર્યક્રમમાં ખખડાવી હતી

પંછીલા ભાઈ ભાવેશ જણાવ્યું કે, જયારે પંછીલા રિંગરોડ પર વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં યાર્નના વેપારીને ત્યાં ધાર્મિક કાર્યક્રમમાં ગઈ તે વખતે સંજય અગ્રવાલ પણ કાર્યક્રમમાં આવ્યો હતો. કાર્યક્રમમાં બધાની વચ્ચે જ સંજય અગ્રવાલે મારી બહેન પંછીલાને ખખડાવી નાખી હતી અને કેસ કરવાની વાત કરી હતી. જેના કારણે મારી બહેન ટેન્શનમાં આવી આપઘાત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here