છોટાઉદેપુર : મંદબુદ્ધીની યુવતી સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યુ, દીકરી ગર્ભવતી થતાં પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

0
0

છોટાઉદેપુર જિલ્લામાં એક અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામમાં 27 વર્ષની મંદબુદ્ધી યુવતી સાથે તેના કૌટુંબિક કાકાએ ખેતરમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીના પિતાએ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી કાકા સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

ખેતરમાં કામ કરવાનું કહીને કૌટુંબિક કાકો યુવતીને ઘરેથી લઇ જતો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામમાં 27 વર્ષની મંદબુદ્ધી યુવતી તેના માતા-પિતા સાથે રહે છે. યુવતી અવારનવાર કામ અર્થે પોતાના ખેતરમાં જતી હતી. એક વર્ષ અગાઉ યુવતીના ઘર પાસે જ રહેતા યુવતીના પિતાના ફોઇનો પુત્ર પ્રવિણ રાઠવા યુવતીના ઘરે આવીને મંદબુદ્ધીની યુવતીને તેના ખેતરમાં કામકાજ કરવાનુ છે, તેમ કહી યુવતીને અવારનવાર લઇ જતો હતો. યુવતી મંદબુદ્ધીની હોવાથી કૌટુંબિક કાકાએ મંદબુદ્ધીનો ગેરલાભ લઇને યુવતીની મરજીની વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતી થોડા મહિના યુવતીનું પેટ મોટુ થતું હોવાથી યુવતીના માતા-પિતાએ બેસીને પૂછતા યુવતીએ જાણવ્યું હતું કે, મને ખેતરમાં કૌટુંબિક કાકા વારંવાર મારી મરજી વિરૂદ્ધ ખરાબ કામ કર્યું હતું.

પંચ અને ગામ લોકોએ સમાધાન પણ કર્યું હતું

યુવતીના પિતાએ ગામના આગેવાનોને ભેગા કરી સમાધાન કરવા જણાવ્યું હતું. અને પંચ અને ગામ લોકોએ ભેગા થઇને યુવતીના પેટમાં ગર્ભના મામલાનો નિકાલ કર્યો હતો. જે નિકાલના 1.10 લાખ રૂપિયા થયા હતા. જેના બાકીના રૂપિયા આપતો નહોતો અને આ દરમિયાન યુવતીએ પુત્રીને જન્મ આપ્યો હતો. પોલીસે કૌટુંબિક કાકા વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોડેલીના યુવકે FB પર યુવતી સાથે મિત્રતા કરીને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું

એક અઠવાડિયા પહેલા જ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બોડેલીના યુવક ધ્રુવ કામલીયાએ સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી હતી, ત્યારબાદ પ્રેમસંબંધ રાખવા દબાણ કરીને યુવતીને ઘરે બોલાવી હતી અને રૂમમાં લઇ જઇને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે યુવકના માતા-પિતાએ પણ યુવતીને બચાવી નહોતી. ત્યારબાદ યુવકે વારંવાર યુવતીને મળવા બોલાવવા છતાં યુવતી ગઇ નહોતી. જેથી યુવાને યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને યુવતીનો નગ્ન અવસ્થાનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. આ બાબતની યુવતીને જાણ થતાં તુરંત જ તેને વીડિયો ડિલિટ કરી દીધો હતો. યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં આરોપી ધ્રુવનારાયણ હરીશકુમાર કામલીયા તથા તેની માતા ચારૂબેન કામલીયા અને તેના પિતા હરીશકુમાર કામલીયા(તમામ રહે, જમુનાપાર્ક સોસાયટી, બોડેલી, જિ.છોટાઉદેપુર)ના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here