‘બુલાતી હૈ લેકિન જાને કા નહીં’ ના પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું કોરોનાથી નિધન

0
13

પ્રખ્યાત શાયર ડો. રાહત ઇન્દોરીનું કોરોના વાયરસનું સંક્રમણથી અવસાન થઈ ગયું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ તે સારવાર માટે અરવિંદો હોસ્પિટલમાં દાખલ થયા હતા. રાહત ઇન્દોરીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. શહેરમાં દરરોજ ૧૦૦ થી વધુ કોરોના દર્દીઓ આવી રહ્યા છે અને મૃત્યુઆંક ૩૦૦ ને વટાવી ગયો છે.

કોરોના સંક્રમણના કારણે રાહત ઇન્દોરીને હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવ્યા હતા અને તેની જાણકારી તેમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ આપી હતી. સાંજે અચાનક તેમને ત્રણ વાર હાર્ટએટેક આવ્યા અને તેમને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના અનુસાર બંને ફેફસામાંમાં કોરોનાનું સંક્રમણ, કીડનીમાં સોજો અને શ્વાસની તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.