Friday, September 17, 2021
Homeફેમસ સ્ટારકિડ : તૈમુર પેપરાઝીને અલગ અલગ પોઝ આપતો દેખાયો
Array

ફેમસ સ્ટારકિડ : તૈમુર પેપરાઝીને અલગ અલગ પોઝ આપતો દેખાયો

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર સૌથી ફેમસ સ્ટારકિડ છે. તેની ક્યુટનેસ અને તેની શરારત બંને જ ફેન્સને ખૂબ પસંદ આવે છે. તેના પેરેન્ટ્સની જેમ જ તૈમુર પણ કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે. ત્યારે હાલમાં જ પેપરાઝીને પોઝ આપતા તૈમુરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તૈમુરનો અલગ અલગ પોઝ આપતો આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં પહેલા તૈમુર ઘરની બહાર આવતો દેખાઈ રહ્યો છે. તૈમુર કાર્ટુન પ્રિંટેડ ટી-શર્ટ, બ્લૂ હાફ પેન્ટ અને ફેસ માસ્ક લગાવી પેપરાઝીને જવા દેવા માટે કહી રહ્યો છે, અને કારમાં બેસી જાય છે. જ્યારે પરત ફર્યા બાદ તે પિતા સૈફ અલી ખાનના ખોળામાંથી ઉતરતાની સાથે જ કેમરામાં વિક્ટરી સાઈન બતાવી પોઝ આપવા લાગે છે. વીડિયોમાં સોહા અલી ખાનની દીકરી ઈનાયા ખેમૂ પણ દેખાય છે. હાથમાં લોલીપોપ લઈને ઈનાયા તેની નૈની જોડે દેખાઈ રહી છે.

તૈમુર અને ઈનાયાનો આ ક્યૂટ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. લોકો પણ કમેન્ટ કરી બંનેની ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તૈમુરના પોઝના વખાણ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments