રાજસ્થાની દુલ્હનના લૂકમાં રશ્મિ દેસાઇ વરસાવ્યો કહેર, એક ઝલક જોઈને ચાહકો થયા દીવાના

0
55

બિગ બોસની સીઝન 13 માં ધૂમ મચાવનારી રશ્મિ દેસાઇએ થોડા સમય પહેલા જ સોશિયલ પર એક તસ્વીર શેર કરી છે. રશ્મિની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક ઝલક જોયા પછી બેશક તમે તેની પ્રશંસા કરતા પોતાને રોકી શકશો નહીં.

આ તસ્વીરમાં રશ્મિ દેસાઇ રાજસ્થાની લુકમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં રશ્મિએ રેડ ઓરેન્જ કલરનો લહેંગા પહેર્યો છે. આ સાથે હેવી જ્વેલરી અને જબરદસ્ત મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવે છે.

પોતાને રાજસ્થાની લુકમાં પરિવર્તિત કરવા માટે, રશ્મિએ તેના ગળામાં લાલ ચોકર-સ્ટાઇલનો ગળાનો હાર પહેરેલો છે, તેના કકાનમાં મોટી ઇયરિંગ્સ, નાકમાં નાથ અને હાથમાં હથફૂલ ખુબ જ સૂટ થાય છે. એક ઝલક જોયા પછી, તમે કદાચ કહેશો કે તે રાજસ્થાની સેલિબ્રિટી છે.

રશ્મિના ઝવેરાત ઉપરાંત તેનો મેકઅપ પણ તેના લુક સાથે બરાબર મેચ કરે છે. આ લુકમાં રશ્મિનો હલકો મેક-અપ છે અને તેનું માથું ઢંકાયેલું છે. રશ્મિની આ રાજસ્થાની લહેંગા ઓધની સાથે જ સ્ટાઇલ નથી પરંતુ ત્યાંની પરંપરા પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here