નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી બદલી થઈ આવી રાજપીપળા ટાઉન, ગરુડેશ્વર પોલીસ સ્ટેશન જિલ્લા ટ્રાફિક સહીત વીવીઆઈપી બંધોબસ્તમાં સુંદર કામગીરી કરી કાયદો અને વ્યવસ્થા જાળવી જિલ્લાનું નામ રોશન કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહનસિંહ ચૌહાણ વયનિવૃત નર્મદા જિલ્લામાં થયા. જેમને નર્મદા પોલીસ દ્વારા ભવ્ય વિદાય સાથે શુભેછાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ગત રોજ રાજપીપળા ટાઉન પી.આઈ આર.જે.ચૌધરી અને તેમની ટીમ દ્વારા શ્રીફળ, સાકર, પુષ્પ આપી શાળ ઓઢાળી સન્માન કરી તેમના નિવૃત્તિ કાળમાં મા હરસિધ્ધિ ખુબ શક્તિ આપે અને નિરોગી દીર્ઘાયુષ્ય આપે એવી શુભકામનાઓ આપી હતી.
સાબરકાંઠાથી લઇ અનેક જિલ્લામાં કામ કરી આવેલા મોહનસિંહ ચૌહાણે નર્મદા જિલ્લાની યાદોને વાગોળી કહ્યું હતું કે, બહુ ખુશ કિસ્મત છું કે નર્મદા જિલ્લામાં સેવા કરવાનો મોકો મળ્યો, પોતે તરણેતર અને આંબાજીના મેળાનો બંધોબસ્ત સુંદર રીતે પાર પડ્યાનો અનુભવ હોય ચૈત્ર નવરાત્રીમાં જે આ વર્ષે મુશ્કેલીઓ થઇ અફરા તફરી થઇ જે આવતા વર્ષે ના થાય એ પહેલા પ્લાનિંગ કરી જરૂરી સુવિધા કરી સુંદર રીતે કોઈપણ ભક્તો હેરાન ના થાય એ માટે મા નર્મદા પરિક્રમાની સેવા માટે જાતે અહીંયા આવવાની પણ તૈયારીઓ બતાવી હતી.