વર્લ્ડ કપ 2019માં 2 ભારતીય ખિલાડીઓ ઇજાગ્રસ્ત હોવા છતાં પણ મૌકો ન મળતા અંબાતી રાયડૂએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.અંબાતી રાયૂડને વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો. શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ભારતીય ટીમ મેનેજમેન્ટને રિષભ પંતને પસંદ કર્યો હતો. ઑલરાઉન્ડર વિજય શંકરને પગના અંગૂઠાના ફ્રેક્ચરને કારણે વર્લ્ડ કપથી બહાર નીકાળ્યા પછી મયંક અગ્રવાલને પસંદ કરવામાં આવ્યો
33 વર્ષીય અંબાતી રાયડૂએ ટીમ ઇન્ડિયાની તરફથી 55 વનડેમાં 47.05ની એવરેજથી 1694 રન કર્યા, જેમાં તેણે 3 સેન્ચુરી અને 10 હાફ સેન્ચુરી કરી.
અંબાતી રાયડૂએ 6 T-20 ઇન્ટરનેશનલમાં પણ ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. રાયડૂએ પોતની વનડે ડેબ્યૂ 2013માં કર્યુ હતુ. વર્લ્ડ કપ માટે ચોથા સ્થાન પર પોતાની પાર્ટનરશિપ મજબૂત કરવા માટે રાયડૂને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી પહેલા સંન્યાસ લઇ ચૂક્યો છે, તેણે અત્યાર સુધી કોઇ ટેસ્ટ મેચ નથી રમી.