IPLની નવી સીઝન શરૂ થતા પહેલાં ફરહાન અખ્તર ટીવી પર દેખાશે, કહ્યું- જીત પછી પણ જમીન સાથે જોડાયેલું રહેવું ખૂબ જરૂરી

0
0

IPLની નવી સીઝન 19 સપ્ટેમ્બર એટલે કે આજ સાંજથી શરૂ થશે. ઓપનિંગ મેચ પહેલાં એક્ટર ફરહાન અખ્તર સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ બ્રોડકાસ્ટ દરમ્યાન ‘ક્રિકેટ લાઈવ’ શોનું ઉદ્ઘાટન કરશે. આવું પહેલીવાર થશે કે જ્યારે મોટાભાગના લોકો સ્ટેડિયમને બદલે તેને પોતાના ઘરમાં જોશે. ટુર્નામેન્ટનો પહેલો મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હશે.

એક્સક્લુઝિવ વાતચીતમાં ફરહાને કહ્યું, ‘આ કપરો સમય છે અને આપણો દેશ સતત આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો છે. દુનિયા ન્યૂ નોર્મલ સાથે આગળ વધી રહી છે અને IPLની જાહેરાત સુકૂન આપનારી રહી. હું સ્પોર્ટ્સ એક્શન માટે ઉત્સુક છું અને લાઈવ ઇન્ડિયન ક્રિકેટ ઘણા સમય પછી પરત આવ્યું છે.’

જમીન સાથે જોડાયેલું રહેવું ખૂબ જરૂરી

આગળ કહ્યું કે, ‘ટીમ અથવા વ્યક્તિગત જર્નીથી શીખવા માટે ઘણું બધું છે. પડ્યા પછી ઊભું થવાનું, ભૂલોમાંથી શીખવાનું અને સૌથી મહત્ત્વનું જીત્યા પછી પણ જમીન સાથે જોડાયેલું રહેવાનું અને વિનમ્ર રહેવું ઘણું જરૂરી છે.’

‘તૂફાન’ પછી મારી સમજણ વધી

‘હું મારી આગામી ફિલ્મ ‘તૂફાન’ પર કામ કર્યા પછી આ ભાવનાને વધુ સારી રીતે સમજી શકું છું, જે સ્પોર્ટ્સ આધારિત છે અને ફિલ્મને આ જ સમાન થીમ પર બનાવવામાં આવી છે. આ મહત્ત્વનું છે. ખાસ કરીને આ કપરા સમયમાં એક સારા ભવિષ્ય માટે દરેક બાધા સામે લડવા માટે માણસે ફ્લેક્સિબલ, હોપફુલ અને વધારે તૈયાર રહેવાની જરૂર છે.’

‘પર્સનલી સ્ટાર સ્પોર્ટ્સ પર પહેલો મેચ ‘ક્રિકેટ લાઈવ’નું ઉદ્ઘાટન કરવાનો પણ ઘણો આનંદ છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ ટક્કર લેશે.’ અખ્તરને સ્ટાર સ્પોર્ટ્સ પર સાંજે 6 વાગ્યે ઉદ્ઘાટન મેચ પહેલાં પ્રી શો ‘ક્રિકેટ લાઈવ’ દરમ્યાન જોઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here