ખેડૂત નેતા બલબીર રાજેવાલે કહ્યું- તમે સ્પષ્ટ લખીને જવાબ આપી દો, અમે જતા રહીશું

0
0

ખેડૂત આંદોલનનો આજે 44મો દિવસ છે. આજે ખેડૂતોની સરકાર સાથે 9માં તબક્કાની બેઠક શરૂ થઈ ગઈ છે.સરકાર તરફથી વાતચીતમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ હાજર છે. ખેડૂતોએ કૃષિ કાયદો રદ્દ કરવાની માંગ કરી, પણ કૃષિ મંત્રીએ ઈન્કાર કરી દીધો.

ખેડૂતોનું વલણ પણ સખત છે. ખેડૂત નેતા બલબીર રાજેવાલે મંત્રીઓને કહ્યું કે, તમે જીદે ચડ્યાં છો. તમે પોત પોતાના સેકેર્ટરી, જોઈન્ટ સેક્રેટરીને લગાવી દેશો. નોકરશાહ કોઈના કોઈ લોજિક આપતા રહેશે. અમારી પાસે પણ લિસ્ટ છે. તેમ છતા તમારો નિર્ણય છે. કારણ કે તમે સરકાર છો. લોકોની વાત ઓછું લાગે છે. જેની પાસે શક્તિ છે, તેની વાત વધુ મહત્વની હોય છે. આટલા દિવસોથી વારં વાર ચર્ચા થઈ રહી છે. એવું લાગે છે કે આ વાતનું સમાધાન લાવવાનું તમારું મન નથી. તો સમય કેમ બરબાદ કરો છો. તમે સ્પષ્ટ લખીને જવાબ આપી દો, અમે જતા રહીશું.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી કાયદો પાછો નહીં લેવાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.આ વખતે પણ ખેડૂતોનું સ્ટેન્ડ ક્લીઅર છે. તેમનું કહેવું છે કે ત્રણ ખેડૂત કાયદા રદ્દ કરવામાં આવે અને MSP પર અલગ કાયદો બને. આ પહેલા ગુરુવારે ખેડૂતોએ દિલ્હીને ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢીને શક્તિ દેખાડી હતી.

અપડેટ્સ…

ખેડૂતો માટે ગુરુદ્વારાથી લંગર વિજ્ઞાન ભવન પહોંચ્યું.

બેઠક શરૂ થતાની સાથે જ ખેડૂતોએ કાયદો પાછો લેવાની માંગ કરી. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે ખેડૂતો સાથે બિલ પર ચર્ચા કરવાની અપીલ કરતા કહ્યું કે, દેશનું ધ્યાન રાખવું પણ જરૂરી.

બેઠક પહલા ભાજપ સાંસદ સંજીવ બલિયાને કહ્યું કે, અમને આશા છે કે બેઠકમાં સમાધાન થશે અને ખેડૂત આંદોલન ટૂંક સમયમાં ખતમ થશે. મારી ખેડૂતોને અપીલ છે કે ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની માંગને પડતી મુકી ખામીઓ પર ચર્ચા કરો, જો ખામી છે તો સરકાર તેની પર સુધારા કરવા તૈયાર છે.

વિજ્ઞાન ભવનમાં ખેડૂતો સાથે વાતચીત પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે લગભગ 1 કલાક બેઠક થઈ હતી. હવે નરેન્દ્ર તોમર અને પીયૂષ ગોયલ વિજ્ઞાન ભવન માટે નીકળી ગયા છે. ખેડૂત સંગઠનો અને મંત્રીઓના સમૂહ સાથે થોડીક વારમાં બેઠક યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here