Thursday, April 18, 2024
Homeખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું : સરકાર અમને આંડા કાન કરીને આગ...
Array

ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું : સરકાર અમને આંડા કાન કરીને આગ સાથે રમત રમી રહી

- Advertisement -

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 29મોં દિવસ છે. તેમણે સરકાર સાથેની વાતચીતનો પ્રસ્તાવ બુધવારે ફગાવી દીધો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે સરકારના પ્રસ્તાવમાં કોઈ દમ નથી, નવો એજન્ડા લાવે ત્યારે જ વાતચીત થશે. ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું કે, “સરકાર ખેડૂતોની અવગણના કરીને આગ સાથે રમી રહી છે, તેણે પોતાપી જિદ્દ છોડી દેવી જોઈએ.”

સરકારના પ્રસ્તાવના કયા મુદ્દાઓ પર ખેડુતોએ શું જવાબ આપ્યો?

કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 20 ડિસેમ્બરના રોજ ખેડૂત નેતા ડો દર્શનપાલને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. તેથી, જવાબ પણ દર્શનપાલના ઇમેઇલ દ્વારા સંયુક્ત સચિવને જ મોકલવામાં આવ્યો હતો

ખેડુતોએ લખ્યું છે- આપે પૂછ્યું છે કે અમારો છેલ્લો પત્ર એક વ્યક્તિનો અભિપ્રાય છે અથવા બધા સંગઠનોનો અભિપ્રાય છે. અમે જણાવી દઇએ કે તે સંયુક્ત મોરચાની સંમતિથી મોકલવામાં આવેલો જવાબ હતો. તેના પર સવાલ ઉઠાવવાનું સરકારનું કામ નથી.

તમારો પત્ર પણ આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ હતો. સરકાર કથિત ખેડૂત નેતાઓ અને આ પ્રકારના કાગળ પરના સંગઠનો સાથે વાટાઘાટો કરીને આંદોલન વિખેરવાના પ્રયાસ કરી રહી છે, જેનો આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી.

પ્રદર્શંકારી ખેડૂતો સાથે એવી રીતે વર્તી રહ્યા છે જાણે તેઓ સરકારના રાજનીતિક વિરોધીઓ હોય. આપનું આ પ્રકારનું વલણ પ્રદર્શનને ઉગ્ર બનાવવા માટે મજબૂર કરી રહ્યું છે.

અમને આશ્ચર્ય છે કે સરકાર હજુ પણ ત્રણ કાયદાને રદ કરવાની અમારી માંગને સમજી શકી નથી. અનેક રાઉન્ડની વાટાઘાટો દરમિયાન, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કાયદામાં આવા પરિવર્તન અમને સ્વીકાર્ય નથી

5 ડિસેમ્બરે મૌખિક પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી અમને કહેવામાં આવ્યું હતું કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી નક્કર પ્રસ્તાવ મોકલવામાં આવશે, પરંતુ જે પ્રસ્તાવ 9 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો છે, તે 5 ડિસેમ્બરની ચર્ચાઓ વાળો જ હતો. જેને અમે પહેલા જ ફગાવી દીધો છે.

MSP પર તમે વર્તમાન ખરીદી સિસ્ટમથી સંબંધિત લેખિત ભરોસાનો પ્રસ્તાવ રાખી રહ્યા છો. ખેડૂત સંગઠન રાષ્ટ્રીય ખેડૂત આયોગની ભલામણ મુજબ ન્યુનતમ ટેકાના ભાવે (સી 2 + 50%) બધા પાકની ખરીદી માટે કાનૂની ગેરંટીની માંગ કરી રહ્યા છીએ.

વીજળી અધિનિયમ (સુધારો) બિલ અંગેનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી. જ્યારે તમે ક્રોસ સબસિડી બંધ કરવાની જોગવાઈ વિશે સ્પષ્ટતા કરતા નથી, તો આ મુદ્દે પણ જવાબ આપવો નકામોં છે.

અમે વાટાઘાટો માટે તૈયાર છીએ અને રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ક્યારે આ ચર્ચાને ખુલ્લા મન, ખુલ્લા મગજ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધારે.

અપીલ કરીએ છીએ કે નકામાં ફેરફારો માટે નકારવામાં આવેક પ્રસ્તાવોને પુનરાવર્તિત કરવાને બદલે, નક્કર પ્રસ્તાવ મોકલો જેથી તેને એજન્ડા બનાવીને વાતચીત ફરીથી શરૂ થઈ શકે.

વિપક્ષના નેતા આજે રાષ્ટ્રપતિને મળશે

કૃષિ કાયદો પાછો ખેંચવાની માંગ સાથે ખેડુતોના સમર્થનમાં વિપક્ષના નેતાઓ આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. તેઓએ 2 કરોડ ખેડુતો પર સહી કરાવેલ આવેદનપત્ર રાષ્ટ્રપતિને આપશે. વિપક્ષનું પ્રતિનિધિ મંડળ સવારે 10.45 વાગ્યે વિજય ચોકથી પ્રદર્શન કરીને રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular