ખેડૂત : આધુનિક યુગમાં પણ જૂની પદ્ધતિથી સફળ ખેતી, બળદની જગ્યાએ માણસો જોતરાયા

0
0

માંડવીઃ આજના આધુનિક યુગમાં ટેકનોલોજીની પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતાં થયા છે, પંરતુ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં આજે પણ જૂની પદ્ધતિની ખેતી કરતાં જોવા મળે છે. બોરિયા ગામના ખેડૂત પાકમાં નિંદાણમ માટે સમયસર બળદ ન મળતાં મજૂર રોકી જૂની પદ્ધતિથી કરબ મારતાં જોવા મળે છે. વર્ષો પહેલા બળદની જગ્યાએ માણસ જોતરાઈને ખેતી કરતાં હતાં. જે આધુનિક યુગમાં મળતાં સ્વભાવિક આશ્ચર્ય થાય છે.

ધરતીનો સાદ… હાલો ભેરુ ગામડે
સાચું ભારત એના ગામડાઓમાં વસે છે. પણ એતો જેણે ગામડાને જાણ્યું-માણ્યું હોય એજ સમજી શકે. આજે ગામડાઓ ભાંગી રહ્યાં છે. ત્યારે માંગરોળ તાલુકાનાં છેવાડાના ગામડાનું આ દ્રશ્ય જોઈ ગ્રામજીવન પ્રત્યનો અદમ્ય પ્રેમ પ્રગટાવતી નાથાલાલ દવેની પંક્તિનું સ્મરણ કરાવે છે. ખૂંદવાને સીમ ભાઈ.., ખેડવાને ખેતરો… ભારતના ભાવિના કરવા વાવેતરો.., હે જી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here