વડોદરા : ગંધારા સુગરમાંથી શેરડીના નાણાં ન મળતા ખેડૂતે કરજણ મામલતદાર કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

0
27

વડોદરાઃ ગંધારા સુગરના શેરડીના રૂપિયા બાબતે કંબોલા ગામના ખેડૂત આશિષભાઈ ભટ્ટે કરજણ મામલતદાર કચેરી ખાતે આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉથી જ પોલીસ કાફલો ખડકી દેવમાં આવ્યો હતો. જેથી ખેડૂત આશિષ ભટ્ટ કારમાંથી ઉતારી આત્મવિલોપનનો પ્રયાસ કરતા જ પોલીસે તેમને પકડી લીધા હતા. આ સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.

2200 ખેડૂતોને શેરડીનાં રૂ. 24 કરોડ મળ્યા નથી
ગંધારા સુગરમાં વર્ષ 2018-19ની પીલાણ સિઝનમાં આશરે 2200 જેટલા ખેડૂતોએ અંદાજીત 2 લાખ ટન શેરડી પિલાણ માટે આપી હતી. જેમાંથી 1.84 લાખ ગુણ ખાંડ બનાવીને રૂ. 56 લાખની આવક થઈ છે. જ્યારે રૂ. 4 કરોડ મોલાસીસમાંથી તેમજ રૂ. 2 કરોડ બગાસમાંથી આવક કરાઈ છે. જ્યારે સુગરના સંચાલકોએ ખેડૂતો પાસેથી નોન રીફન્ડેબલ ડિપોઝીટ રૂ. 30 પ્રમાણે પ્રતિ ટને અત્યાર સુધીની આશરે 75 લાખ ટન શેરડીના આશરે રૂ. 22.55 કરોડની આવક જમા કરી છે. આમ ખેડૂત ઉત્પાદકોની શેરડીનાં પીલાણ કર્યાં પછી કુલ સુગરના સંચાલકોએ આશરે રૂ. 85 કરોડની આવક મેળવી છે. તેમ છતા 2200 ખેડૂતોને તેમણી શેરડીનાં આશરે રૂ. 24 કરોડ આજ દિવસ સુધી મળ્યાં નથી. સંચાલકો સામે કાયદેસર પગલા ભરવાની માંગ ખેડૂતોએ સરકાર સમક્ષ કરી છે.

4 ડિસેમ્બરે પ્રતિક ઉપવાસ દરમિયાન કરજણના ખેડૂતનું મોત થયું હતું
ગંધારા સુગર મિલ કરજણ અને આસપાસના 2200 ખેડૂતોને નવ નવ મહિનાથી શેરડીના 24 કરોડ જેટલી માતબર રકમ આપી રહ્યું નથી, ત્યારે તેના વિરોધ માટે ગાંધારા ખાતે એકત્ર થયેલા ખેડૂતો પૈકીના કરજણના સન્યાલ ગામના નવનીતભાઇ ભટ્ટની તબિયત 3 ડિસેમ્બરે સાંજે લથડી હતી. તેમને વડોદરાની પ્રતાપનગર ખાતેની સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આજે 4 ડિસેમ્બરે સાંજે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આજે આજે વડોદરા સુગરના શેરડીના રૂપિયા બાબતે કંબોલા ગામના ખેડૂત આશિષભાઈ ભટ્ટે કરજણ મામલતદાર કચેરી ખાતે આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here