Tuesday, April 23, 2024
Homeહળવદ: સુંદરી ભવાનીથી માથક ગામે જવાનો રસ્તો બિસ્માર હાલતમાં‌ હોવાથી વાહન ચાલકોને...
Array

હળવદ: સુંદરી ભવાનીથી માથક ગામે જવાનો રસ્તો બિસ્માર હાલતમાં‌ હોવાથી વાહન ચાલકોને ખેડૂતોમાં રોષ.

- Advertisement -
હળવદ તાલુકાના છેવાડાના અમુક ગામોમાં રસ્તા ના  કોઝવે નાળા જજરીત અને બિસ્માર હાલતમાં  હોવાથી વાહનચાલકોને ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે હળવદ તાલુકાના માથક થી સુંદરી ભવાની જવાનો રસ્તો અમુક જગ્યાએ ખખડધજ હાલતમાં હોવાથી અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે અને રસ્તો ખરાબ હોવાથી  ખેડૂતો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
આ વર્ષે ચોમાસા મા મુશળધાર વરસાદ પડતા હળવદ તાલુકાના મોટાભાગના ગામના રસ્તાના કોઝવે નાળા તુટી જવાના બનાવો બન્યા છે ત્યારે હળવદ તાલુકાના માથક થી સુંદરી ભવાની જવાનો રસ્તો  અને બિસ્માર હાલતમાં હોવાથી પારાવાર મુશ્કેલી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આમ રસ્તો અમુક જગ્યાએ ખરાબ હાલતમાં હોવાથી અમુક  જગ્યાએ તુટી જવાના કારણે ખેડૂતોને માલ સામાન વાડીએથી માર્કેટિંગ લઈ જવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે  માથક અને  સુંદર ભવની ના લોકોઓ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે બીમારી સમયે ઈમરજન્સી  દદીઁઓ હોસ્પિટલ જવામાટે  મુસીબત વેઠવી પડે છે આ અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના  ઓ.બી. સી મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઘણા સમયથી સુંદરી ભવાની અને  માથક  ગામે જવા નો રસ્તો બિસ્માર હાલતમાં છે આ બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે  તંત્ર દ્વારા સત્વરે રસ્તાનું સમારકામ કરે તેમ જણાવ્યું હતુ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular