ડાપ્રધાને કહ્યું- ખેડૂતો જ અમારી પ્રાથમિકતા, સરકાર દરેક મુદ્દા પર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર

0
4

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. કૃષિ સુધારણા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં કોઈ વચેટિયા વગર 1600 કરોડ જમા કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનાને કારણે આ શક્ય બન્યું છે.ભારતે આ જે આધુનિક સિસ્ટમ બનાવી છે તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આજે અહીંના ઘણા ખેડુતોને ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવ્યાં છે. પહેલાં દરેકને તે મળતું ન હતું. અમારી સરકારેઆ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. હવે ખેડુતોને ખેતી માટે જરૂરી મૂડી મળી રહી છે. ખેડુતોને હવે લોન લેવાની મુક્તિ મળી છે.

‘નવા કૃષિ કાયદાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે’
સમય આપણી રાહ જોતો નથી. ઝડપથી બદલાતા માહોલમાં ભારતનાં ખેડુતો સુવિધાઓના અભાવને કારણે પાછળ રહી શકે છે, આ યોગ્ય નથી. 25-30 વર્ષ પહેલાં જે કામ થવું જોઈતું હતુ, તે હવે થઈ રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક પગલા લીધા છે. નવા કાયદાઓની ઘણી ચર્ચા થઈ રહી છે. આ કાયદાઓ રાતોરાત આવ્યા ન હતા. 20-22 વર્ષ સુધી દેશ અને રાજ્યોની સરકારો, ખેડૂત સંગઠનોએ તેની ચર્ચા કરી. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં સુધારાની માંગ કરતાં આવ્યા છે.

‘બધી ક ક્રેડિટ લઈ લો, પરંતુ ખેડૂતોને સરળતાથી રહેવા દો’
ખેડુતોએ તે લોકો પાસેથી જવાબો માંગવા જોઈએ જે લોકો પોતાના મેનિફેસ્ટોમાં સુધારો કરવાના વચનો આપતા હતા, પરંતુ માંગણીઓ ટાળતા રહ્યા, ખેમ કે ખેડૂતો પ્રાથમિકતામાં ન હતા. જુના મેનિફેસ્ટો જુઓ, જુના નિવેદનો સાંભળવામાં આવે તો આજે જે કૃષિ સુધારણા કરવામાં આવ્યા છે તે તેવા જ છે જેવી વાતો કરવામાં આવી હતી. તેમને દર્દ તે વાતનું છે કે જે અમે કહ્યું તે મોદીએ કેવી રીતે કરી લીધું. મોદીને ક્રેડિટ કેમ મળે? હું કહું છું કે બધી ક ક્રેડિટ પોતાની પાસે રાખી લો, પરંતુ ખેડૂતોને સરળતાથી રહેવા ડો. હવે અચાનક જુઠ્ઠાણું ફેલાવીને ખેડૂતોના ખભા પર બંદૂક રાખીને ગોળી મારવામાં આવી રહી છે.

‘ખેડુતોની વાત કરનારાઓએ 8 વર્ષ સુધી સ્વામીનાથન કમિશનનો અહેવાલ દબાવી રાખ્યો’
સરકાર વારંવાર પૂછી રહી હતી કે કઈ કલમની સમસ્યા છે તે કહો. આ પક્ષો પાસે આનો કોઈ જવાબ નથી. ખેડુતોની જમીન જતી રહેશે, તેનો ડર બતાવીને પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે. જ્યારે તેમને સરકાર ચલાવવાની તક મળી, તે પછી તેઓએ શું કર્યું તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે. હું તેનો કાચો પત્ર તમારી સામે ખોલવા માંગું છું. ખેડૂતોનો વાતો કરનારા લોકો, ખોટા આંસુ પાડવાવાળા લોકો કેવા છે, તેનો પુરાવો સ્વામીનાથન કમિશનનો અહેવાલ છે. આ લોકો આ અહેવાલ 8 વર્ષ સુધી દબાવીને બેસી રહ્યા.

‘અમે ખેડૂતોને દોઢ ગણું MSP આપ્યું’
તેમને લાગ્યું કે સરકારે ખેડુતો પર વધારે ખર્ચ કરવો પડ્યો નથી, તેથી અહેવાલને દબાવીને રાખ્યો. અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. અમે સ્વામિનાથન કમિશનનો અહેવાલ નીકાળ્યો. ખેડુતોને દોઢ ગણું MSP આપ્યું. ખેડુતો સાથે છેતરપિંડીનું ઉદાહરણ દેવું માફીનું વચન છે.મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા કહેવાતું હતું કે દેવુંમાફ કરી દઇશું, પરંતુ કશું થયું નહીં. રાજસ્થાનના લાખો ખેડુતો હજી પણ દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. મને લાગે છે કે નિર્દોષ ખેડૂતોની સાથે આટલી હદ સુધી છળ- કપટ કેવી રીતે કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here