દહેગામ : ખેડૂતોએ વાવેલા બાજરીના પાકમાં ઈયળનો ઉદ્ભવ વધી જતાં ખેડૂતોની ચિંતામાં વધારો

0
23

દહેગામ તાલુકાના ખેડૂતોની ચિંતામાં વધારો
તૈયાર થયેલા બાજરીના પાકોમાં ઈયળોનો ઉદ્ભભવ વધી જવા પામ્યો
પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિ

 

ગાંધીનગર : દહેગામ તાલુકાના ખેડૂતોની રજુઆતો થવા પામી છે કે અમે અમારા ખેતરોમાં મોંઘા બિયારણો ખાતરો અને પાણીના ખર્ચાઓ કરી બાજરીનું વાવેતર કર્યું હતું અને બાજરીના બાજરીયા તૈયાર થાય ત્યારે તેમાં ઈયળ નો ઉદ્ભવ વધી જતાં અને ઈયળો બાજરીયા કોરી ખાતા તૈયાર થયેલા પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રથમ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા અને પછી કોરોનો વાયરસ આવ્યો અને હવે તૈયાર થયેલા બાજરીના પાકમાં ઈયળોનો ઉદ્ભભવ વધી જતાં ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઘણા ખેડૂતોએ દવા છાંટી પરંતુ તેની અસર નહીં થતાં હવે શું કરવું તેવી ચિંતા સેવાઈ રહી છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here