ખેડૂત આંદોલનનો 9મો દિવસ : આવતીકાલે યોજાનારી મીટિંગ માટે ખેડૂતોનું મંથન આજે, કહ્યું- કેન્દ્ર કાયદાના સુધારા માટે રાજી, પણ અમે નહીં.

0
10

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 9મો દિવસ છે. આંદોલનને કારણે દિલ્હી બોર્ડર પર 9 પોઈન્ટ પર ટ્રાફિક બંધ કરી દેવાયો છે. કેન્દ્ર અને ખેડૂતો સાથે ગુરુવારે થયેલી વાતચીત પછી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આંદોલન હવે અટકશે નહીં, કારણ કે ચોથી વખતની આ વાતચીતમાં પણ ઘણા મુદ્દાઓ પર ગતિરોધ છે. કેન્દ્રએ વિશ્વાસ તો અપાવ્યો, પણ ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ છે. તેમણે કહ્યું હતું કે કાયદો પાછો લેવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમી વખત ચર્ચા 5 ડિસેમ્બરે થશે.

કેન્દ્રએ કહ્યું- MSP રહેશે, ખેડૂતોએ કહ્યું- મુદ્દો કાયદાનો છે

કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની વાતચીત 7 કલાક સુધી ચાલી. બેઠક પછી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝને કંઈ નહીં થાય. તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. એક્ટની જોગવાઈમાં ખેડૂતોને સુરક્ષા આપવામાં આવી છે.

ખેડૂતોએ કહ્યું, મુદ્દો માત્ર MSPનો નથી, પણ કાયદો પૂરી રીતે પાછો લેવાનો છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, માત્ર એક નહીં, પણ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે હવે પાંચમી વખત વાતચીત 5 ડિસેમ્બરે થશે.

સરકારે 7 કલાકમાં ખેડૂતોની 7 ચિંતા સાંભળી, માત્ર એક પર વાયદો કર્યો, બાકીના પર વિશ્વાસ અપાવ્યો

ખેડૂતોની ચિંતા સરકારનો જવાબ
MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રોઈઝ તો બંધ નહીં થઈ જાય? MSP યથાવત્ હતી છે અને રહેશે.
APMC એટલે કે એગ્રિકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી સમાપ્ત તો નહીં થઈ જાય? પ્રાઈવેટ મંડી આવશે, પરંતુ અમે APMCને પણ મજબૂત બનાવીશું.
મંડીની બહાર ટ્રે઼ડ માટે PAN કાર્ડ તો કોઈપણ મેળવી લેશે અને એના પર ટેક્સ પણ નહીં લાગે સરકારનો વાયદો- ટ્રેડરના રજિસ્ટ્રેશનને ફરજિયાત કરીશું.
મંડીની બહાર ટ્રેડ પર કોઈ ટેક્સ નહીં લાગે? APMC મંડી અને પ્રાઈવેટ મંડીમાં ટેક્સ એકસરખો રાખવા પર વિચાર કરીશું.
વિવાદ SDMની કોર્ટમાં ન જાય, એ નાની કોર્ટ છે. ઉપલી અદાલતમાં જવા અંગેના હક્ક અંગે વિચાર કરીશું.
નવા કાયદાથી નાના ખેડૂતોની જમીન મોટા લોકો પચાવી લેશે. ખેડૂતોની સુરક્ષાનો સંપૂર્ણપણે ખ્યાલ છે. તેમ છતાં શંકા છે તો સમાધાન માટે તૈયાર છીએ.
વીજળી સુધારા બિલ અને પરાલી સળગાવવા અંગેની સજાને લઈને પણ અમારો વિરોધ છે. સરકાર વિચાર કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here