Friday, March 29, 2024
Homeખેડૂતોએ કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યું,તેમને મનાવવામાં નિષ્ફળ સરકારના ત્રણ મંત્રી આજે...
Array

ખેડૂતોએ કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યું,તેમને મનાવવામાં નિષ્ફળ સરકારના ત્રણ મંત્રી આજે અમિત શાહને મળશે

- Advertisement -

કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે મંગળવારે કેન્દ્ર સરકારે 2 તબક્કામાં આશરે અઢી કલાક સુધી વાતચીત કરી. જોકે તેનું કોઈ પરિણામ આવ્યું નથી. 2 અગાઉ પહેલા તબક્કામાં સરકારે ખેડૂતોના પ્રતિનિધિઓ સમક્ષ કેન્દ્રએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે પાવર પ્રેઝન્ટેશન રજૂ કર્યું. તેમની સમક્ષ એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે નવા કાયદા પર ચર્ચા માટે કમિટી રચવા આવે, તેમા કેન્દ્ર તથા ખેડૂત અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે. પણ આ મુદ્દે કોઈ વાત બની નહીં. બીજા તબક્કામાં નક્કી થયુ કે હવે પછી વાતચીત 3 ડિસેમ્બરના રોજ યોજાશે. મીટિંગ બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે વાતચીત સારા માહોલમાં થઈ.

બીજા તબક્કામાં નક્કી થયુ કે હવે પછી વાતચીત 3 ડિસેમ્બરના રોજ યોજાશે. મીટિંગ બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે વાતચીત સારા માહોલમાં થઈ. અમે ખેડૂતોના આંદોલનનો અંત લાવવા માટે વાત કહી, પણ આ અંગે નિર્ણય ખેડૂત કરશે. અમે કહ્યું હતું કે કમિટીની રચના કરવામાં આવે પણ ખેડૂતો ઈચ્છતા હતા કે તમામ લોકો સાથે મળી વાતચીત કરવામાં આવે.

તોમરના નિવેદન બાદ પ્રતિનિધિમંડળમાં સામેલ ખેડૂત નેતા ચંદા સિંહે કહ્યું- અમારું આંદોલન જારી રહેશે. અમે કંઈક તો હાંસલ કરશું, ભલે ગોળી હોય કે પછી શાંતિપૂર્ણ ઉકેલ. અમે આાગામી સમયમાં પણ ચર્ચા માટે જશું.

ચા આવી તો ખેડૂતોએ કહ્યું કે,ધરણાસ્થળે આવો, જલેબી ખવડાવીશું

3.45 વાગ્યેઃ ખેડૂતો અને સરકારની મીટિંગ શરૂ થઈ. 4 વાગ્યે સરકાર તરફથી ખેડૂતો નેતાઓને ચા ઓફર કરવામાં આવી, પણ ખેડૂતોએ કહ્યું કે, ચા નહીં, અમારી માંગને પુરી કરો. તમે ધરણા સ્થળે આવો, અમે તમને જલેબી ખવડાવીશું.

4.15 વાગ્યેઃ કૃષિ મંત્રીએ ખેડૂતોને તેમની આપત્તિઓ પુછી. ખેડૂત નેતા ડો. દર્શનપાલે ત્રણ કાયદાઓને રદ્દ કરવા અને MSPની ગેરેંટી આપવાની વાત મુકી. આ અંગે પીયૂષ ગોયલે ટોકીને કહ્યું કે, અમે ત્રણ બિલ અને MSP પર એક PPT તૈયાર કરીને લાવ્યા છીએ, એ જોઈ લો, પછી આગળ વાત કરીશું.

5.15 વાગ્યાઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમપ્રકાશે કહ્યું કે, આ ત્રણેય કાયદા તમારા ખેડૂતોના ફાયદા માટે છે. ખેડૂતોએ કહ્યું અમારી જમીન મોટા કોર્પોરેટ લઈ લેશે. તમે કાયદામાં કોર્પોરેટને ન લાવશો. આ કાયદો ખેડૂતો માટે ડેથ વોરંટ છે.
6.45 વાગ્યેઃ ખેડૂત નેતાઓએ કહ્યું કે, જ્યાં સુધી નિર્ણય નહીં થાય આંદોલન ચાલુ રહેશે. ત્યારપછી તોમરે કહ્યું કે, 3 ડિસેમ્બરે ફરી મીટિંગ કરીશું.

UP, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીના ખેડૂતો સાથે ચર્ચા જારી

બીજીબાજુ ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ આ બેઠક માટે એટલે તૈયાર થયા કારણ કે સરકારે કોઈ શરત રાખી નથી. આ અગાઉ કેન્દ્ર બે વખત ખેડૂતો સાથે વાતચીત કરી ચુકી છે.આજની બેઠક પૂરી થયા બાદ સરકાર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહી છે.

આંદોલનને લગતા કેટલાક અપડેટ

  • 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રથમ તબક્કાની વાતચીત યોજાઈ. ત્યારબાદ આશરે 6 વાગે ફરી ચર્ચા શરૂ થઈ અને આશરે 30 મિનિટમાં પૂરી થઈ.
  • હરિયાણાના અપક્ષ ધારાસભ્ય અને સાંગવાન ખાપના પ્રમુખ સોમબીર સાંગવાને ખટ્ટર સરકારને સમર્થન પાછું ખેંચી લીધુ. ચરખી દાદરીમાં સાંગવાને કહ્યું-ખેડૂતો પર થયેલા અત્યાચારોને જોતા હું સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચુ છું.
  • CAA સામે શાહીન બાગ પ્રદર્શનમાં સામેલ થયેલ 82 વર્ષની બિલ્કિસ બાનોને પોલીસે કસ્ટડીમાં લીધી. તે ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થવા સિંઘુ બોર્ડર પર પહોંચી હતી.
  • ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા દિલ્હી-યુપી બોર્ડર પહોંચ્યા.

અગાઉ પણ પંજાબના ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા હતા

સરકારે સોમવારે મોડી રાત્રે ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે જે ખેડૂત નેતા 13 નવેમ્બરની બેઠકમાં સામેલ થયા હતા તેમને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જોકે, તે અંગે વિવાદ થયો છે. હકીકતમાં કૃષિ વિભાગના સચિવ તરફથી આપવામાં આવેલા આમંત્રણના પત્રમાં 32 ખેડૂતોના નામ હતા. તે તમામ પંજાબના ખેડૂત નેતા હતા. તેઓ હરિયાણાના તેમના સાથિઓના નામનો પણ સમાવેશ કરવા દબાણ કર્યું હતું. ત્યારબાદ હરિયાણાથી ગુરનામ ચઢૂંની અને મધ્ય પ્રદેશના ખેડૂત નેતા શિવકુમાર શર્મા કક્કાજીના નામનો સમાવેશ કરવામાં આવ્યો.

બીજી તરફ ગાજીપુર-ગાજિયાબાદ બોર્ડર પર ઉપસ્થિત ભારતીય કિસાન યૂનિયનના નેતા નરેશ ટિકેતે કહ્યું કે સરકારે પંજાબના ડેલીગેશનને બપોરે 3 વાગ્યે ચર્ચા માટે બોલાવ્યું હતું. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીના ડેલિગેશન સાથે સાંજે 7 વાગ્યે ચર્ચા કરવામાં આવશે. અમે બધા જ આ મામલામાં સંપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ.

કેન્દ્રનાં ત્રણ કૃષિ બિલોની વિરુદ્ધ પંજાબમાં તો દેખાવો પહેલેથી ચાલી રહ્યાં હતાં, જોકે 6 દિવસ પહેલાં જ પંજાબ-હરિયાણાના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી. પોલીસે તેમને બોર્ડર પર જ રોકી દીધા. સરકારે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ દેખાવો બંધ કરીને બુરાડી આવી જાત તો વાતચીત પહેલાં જ થઈ ગઈ હોત.

ગૃહમંત્રી-કૃષિમંત્રીએ 24 કલાકમાં 2 વખત બેઠક કરી

કિસાનોએ સરકારની શરત ન માની, પરંતુ રવિવારે કહ્યું કે હવે દિલ્હીના 5 એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કરાશે. કિસાનોએ કહ્યું હતું કે તેઓ 4 મહિના સુધી ચાલે તેટલાં રાશન-પાણી સાથે લઈને આવ્યાં છે. એ પછી સરકારમાં બેઠકો શરૂ થઈ. રવિવારે રાતે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠક કરી હતી. સોમવારે ફરી બેઠક થઈ. ગૃહમંત્રીના ઘરે થયેલી બેઠકમાં કૃષિમંત્રી અને ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

સરકારે 32 કિસાન સંગઠનોના નેતાઓને બોલાવ્યા

કિસાનો સાથે 3 ડિસેમ્બરે વાતચીત કરવા ઝીદ્દે ચડેલી સરકારે સોમવારે ઝીદ છોડી દીધી અને 1 ડિસેમ્બર એટલે કે આજે બપોરે 3 વાગ્યે 32 કિસાન સંગઠનોના નેતાઓને વાતચીત કરવા માટે વિજ્ઞાન ભવન બોલાવ્યા છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું જે ખેડૂત નેતાઓ 13 નવેમ્બરની મીટિંગમાં સામેલ હતા, તેમને ચર્ચામાં સામેલ થવા માટેની જાણ કરવામાં આવી છે.

સરકારે કહ્યું- કોરોના, ઠંડીના કારણે ઝડપથી વાતચીત થશે

સોમવારની બેઠક દરમિયાન એવા સંકેત મળી રહ્યા હતા કે સરકાર કિસાનોને કોઈપણ પ્રકારની શરત વગર વાતચીત માટેનું આમંત્રણ મોકલશે. એવું જ બન્યું, મોડી રાતે સરકારે પ્રસ્તાવ મોકલી દીધો. જોકે કૃષિમંત્રીએ વધી રહેલું કોરોના સંક્રમણ અને વધુ ઠંડી વધવાનું કારણ જણાવી ઝડપી ચર્ચા કરવા માટે તૈયાર થવા જણાવ્યું હતું.

32 વર્ષ પછી દિલ્હીમાં આવો સંઘર્ષ

સિંધુ બોર્ડર 32 વર્ષ પછી સૌથી મોટા કિસાન આંદોલનની સાક્ષી બની છે. 1988માં મહેન્દ્ર સિંહ ટિકેતના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશના 5 લાખ ખેડૂતો અહીં ભેગા થયા હતા.

સોમવારનો ફોટો સિંધુ બોર્ડર પર જમા થયેલા ખેડૂતોનો છે.
સોમવારનો ફોટો સિંધુ બોર્ડર પર જમા થયેલા ખેડૂતોનો છે.

ટ્રેક્ટર ફરી એક્શનમાં

કેનેડાના PMએ આંદોલનનું સમર્થન કર્યું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્ૂડો કિસાન આંદોલનનું સમર્થન કરનારા પ્રથમ વિદેશી નેતા અને વડાપ્રધાન બની ગયા છે. તેમણે સ્થિતિને ચિંતાજનક ગણાવી. ગુરુનાનક દેવની 551માં પ્રકાશ પર્વ પર એક ઓનલાઈન ઈવેન્ટ દરમિયાન ટ્રૂૂડોએ કહ્યું કે તેઓ પહેલેથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના પક્ષમાં રહ્યાં છે. અમે આ અંગે ભારત સરકારને પોતાની ચિંતાઓ વિશે જણાવ્યું છે.

સરકારે કેનેડાના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ખેડૂતોના મુદ્દે કેનેડાના નેતાઓના નિવેદન બિનજરૂરી છે. તેમાં જાણકારીનો અભાવ હોય તેવું લાગી કહ્યું છે. આ સિવાય સરકારે કહ્યું કે ડિપ્લોમેટિક ચર્ચાઓનો ઉપયોગ રાજકીય હેતુ માટે ન થવો જોઈએ.

રાહુલે કહ્યું- ખેડૂતોને તેમના અધિકાર આપો

ખેડૂત આંદોલન અને સરકારના વલણ અંગે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું ખેડૂતો રસ્તાઓ-મેદાનમાં ધરણાં કરી રહ્યાં છે. ખેડૂતોની મહેનત આપણા બધા પર ઋણ છે. જાગો અહંકારની ખુરશી પરથી ઉતરીને વિચારો અને ખેડૂતોને અધિકાર આપો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular