હળવદ : ગ્રામ્ય વિસ્તારમાં તીડના આક્રમણથી ખેડૂતો ચિંતિત: ભાજપના મંત્રી દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખ્યો.

0
0
આજરોજ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝુંડ ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ભાજપ મંત્રી નયન. ટી દેત્રોજા દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરવા જણાવાયું છે સાથે સાથે આ બાબતે કૃષિ વિભાગ દ્વારા પણ બંને જિલ્લાના ખેતીવાડી અધિકારીને બનતા તમામ પગલા લેવા સૂચના આપવામાં આવી હોવાનું ભાજપ મંત્રી દ્વારા જણાવાયું છે
હળવદના રણકાંઠા  વિસ્તારોમાં તીડનું ઝુંડ આવ્યું છે જેને કારણે ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ વાવેલા પાક હાલ તૈયાર થઈ ગયેલો હોય એવા સમયે તીડનુ ઝુંડ આવતા ખેડૂતો ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે
જોકે આ બાબત ભાજપ મંત્રી  દ્વારા તાત્કાલિક અસરથી રાજ્યના કૃષિમંત્રીને  પત્ર વ્યવહાર કરી તિડનો ગંભીર વિષય ધ્યાનમાં મૂક્યો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here