- Advertisement -
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તાર રાયડાની ખરીદીને લઇ ખેડૂતો એ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતો રસ્તા પર ઉતરી આવી ટ્રાફિકજામ કર્યો હતો સ્થાનિક પોલીસ મામલતદાર અને નાયબ કલેકટર ની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે.
સરકારે જ્યારથી ટેકાના ભાવે રાયડા ની ખરીદી ની વાત કરી છે ત્યારથી ધાનેરા વિસ્તારના ખેડૂતોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વાત હતી રજિસ્ટરની ત્યારે પણ પોલીસે નિર્દોષ અને વૃદ્ધ ખેડૂત પર લાઠીઓ વરસાવી હતી તે બાદ આજે પણ જ્યારે ખેડૂતો ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ધાનેરાના સામરવાડા ગામ નજીક આવેલા રાયડાની ખરીદી ચાલુ છે લાંબા સમયથી ખેડૂતો ખૂબ જ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ને હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે રાયડા ખરીદી કેન્દ્ર પર અધિકારીઓ દ્વારા મનમાની ચલાવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળે તેની ખેડૂતો રસ્તા પર ઉતરી આવતા હોબાળો મચ્યો હતો ખેડૂતો રસ્તા પર ઉતરી આવતા વાહન વ્યવહાર અટવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ બાબતની જાણ થતા સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું અને સ્થાનિક પોલીસ મામલતદાર અને નાયબ કલેકટર ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ખેડૂતોને સમજાવ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી રાયડા ખરીદી કેન્દ્ર પર નિલેશભાઈ પટેલ નામના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તો ખેડૂતો પણ નિલેશભાઈ નામના અધિકારી પર આક્ષેપ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ અધિકારી ખેડૂતોને અપશબ્દો અને ગાળો બોલી ખેડૂતો સાથે ખૂબ જ ઓરમાયું વર્તન કરે છે તો બીજી તરફ અત્યારે ધાનેરામાં ચોરે ને ચોટે એ પણ વાત સાંભળવા મળી રહી છે કે આ અધિકારી રાત્રીના સમય માર્કેટમાંથી રાયડાની ખરીદી કરી તેના વેરાઈ સરકારની પધરાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે જો તંત્ર આ બાબતે પણ તપાસનો દોર ચલાવે તો મસમોટું કૌભાંડ હોવાની શંકાઓ સેવાઈ રહી છે અત્યારે તો ખેડૂતો આવા અધિકારીઓની મનમાની સામે ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને રસ્તા પર ઉતરી આવે છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આવા અધિકારી સામે ક્યારે કાયદેસરના પગલાં પાડે છે.
ઈબ્રાહીમ આહોરીયા, CN24NEWS ધાનેરા, બનાસકાંઠા