Wednesday, April 17, 2024
HomeગુજરાતGUJARAT:ઘઉં અને કપાસનાં ભાવ ખેડૂતોને સારા મળ્યાં

GUJARAT:ઘઉં અને કપાસનાં ભાવ ખેડૂતોને સારા મળ્યાં

- Advertisement -

અમરેલી: અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,251 રૂપિયા ભાવ રહ્યો હતો.સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયાથી 1501 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે કપાસની 1000 મણની આવક નોંધાય હતી.

સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1020 રૂપિયાથી લઇને 1,420 રૂપિયા બોલાયો હતો.સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી. ધાણાનો ભાવ 1351 રૂપિયાથી 1705 નોંધાયો હતો. આજે યાર્ડમાં 120 મણની આવક નોંધાઈ હતી.સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 425 રૂપિયાથી લઇને 535 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઇને 623 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 4510 મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2000 રૂપિયાથી લઇને 2,351 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 2400 રૂપિયાથી લઇને 3000 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 50 મણ તલની આવકનો થઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular