સુરત : રેલવે-ટ્રેક બનાવવાની કામગીરી ખેડૂતોએ અટકાવી, પોલીસ અને રેલવે અધિકારીઓનો ઘેરાવ, રામધૂન બોલાવી

0
12

ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જોકે એના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. ગત રોજ બાદ આજે પણ વિરોધ કરી કામગીરી અટકાવવામાં આવી છે. ખેડૂતોએ જમીન સંપાદન કરનારા અધિકારીને સ્થળ પર બોલાવવા માગ કરી છે. જ્યારે ખેડૂતોએ સ્થળ પર હાજર પોલીસ અને રેલવે અધિકારીઓનો ઘેરાવ કરી ધરણાં પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે.

ખેડૂતોએ ધરણાં પર બેસી રામધૂન બોલાવી.
(ખેડૂતોએ ધરણાં પર બેસી રામધૂન બોલાવી.)

 

હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી

ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજારભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ DFCC કંપનીએ કામગીરી શરૂ કરી છે, જેનો વિરોધ કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે બજારભાવ 15700ની જગ્યાએ માત્ર 2200થી 2500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

ખેતરોમાં જવાના રસ્તા પર વાહનો મૂકી રસ્તો બ્લોક કરી કામગીરી અટકાવી.
(ખેતરોમાં જવાના રસ્તા પર વાહનો મૂકી રસ્તો બ્લોક કરી કામગીરી અટકાવી.)

 

ખેતરોમાં જવાના રસ્તા પર વાહનો મૂકી રસ્તો બ્લોક કર્યો

ગત રોજથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધમાં આજે ખેડૂતો વીફર્યા છે. સવારથી જ ખેડૂતો ખેતરોમાં આવી પહોંચ્યા છે અને રેલવે-ટ્રેક બનાવવાની કામગીરી અટકાવી દીધી છે, જ્યારે ખેડૂતોને ખેતરોમાં જવાના રસ્તા પર વાહનો મૂકી રસ્તો બ્લોક કરી દીધો છે. ખેડૂતોની માગ છે કે સંપાદન કરનાર અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવે. જમીન સંપાદન કર્યું છે તો પંચનામાની કોપી આપો. કબજે લેતાં પહેલાં ખેડૂતોને જાણ કેમ ન કરી. આ માગને લઈને ખેડૂતોએ પોલીસ અને રેલવે અધિકારીઓનો ઘેરાવ કર્યો છે.

અન્યાય થતાં ખેડૂતોનો વિરોધ

અનંતકુમાર પટેલે જણાવ્યું હતું કે DFCC પ્રોજેક્ટ માટે ઉમરાથી ઉધના સુધીમાં ખેડૂતોની 70થી 80 એકર જગ્યા રિઝર્વેશન માટે મૂકી છે. ગુડઝ કોરિડોર માટે 100 જેટલા ખેડૂતોની મેટર સાડાત્રણ વર્ષ હાઈ કોર્ટમાં ચાલી હતી. બજારભાવ પ્રમાણે વળતર માટે બાદમાં અમારી અરજી રદ થતાં અમે સુપ્રીમમાં ગયા હતા. ત્યાં આશરે બે વર્ષ કેસ ચાલ્યો હતો. હાલ નવા બજારભાવ પ્રમાણે ચુકવણાનો આદેશ સુપ્રીમ દ્વારા આપવામાં આવ્યો છે. 15700ની જગ્યાએ અમને 2200થી 2500 જેટલો રેલવે દ્વારા અવોર્ડ એટલે કિંમત ચૂકવવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને વધુ રૂપિયા ચૂકવાયા છે અને અમારી સાથે અન્યાય થયો છે.

ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાતાં ખેડૂતો રડી પડ્યા

શુગર 15 દિવસ પછી શરૂ થવાની છે. હાલ લોકડાઉનમાં અમારે ઘણું સહન કરવું પડ્યું છે. ત્યારે હાલ શેરડીનો ઊભો પાક તૈયાર થઈ ગયો છે. દશેરા પછી શુગર શરૂ થશે. અમે વિનંતી કરી કે થોડા દિવસો આપો તો અમે પાક લઈ શકીએ, પરંતુ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી. આ શબ્દો ખેડૂતોએ રડતી આંખે કહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here