ખેડૂતોની કફોડી હાલત:ભાવનગરના ગામડાઓમાં કાળુભાર અને રંઘોળી નદીના પાણી ફરી વળતા હજારો વીઘામાં કપાસ બળી જતા ખેડૂતોએ કાઢી નાખ્યો

0
0
  • વલ્લભીપુરમાં 130.29 ટકા અને ઉમરાળામાં 129.97 ટકા વરસાદ નોંધાયો
રંઘોળી અને કાળુભાર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા કપાસનો પાક સંપૂર્ણપણે નાશ

સીએન 24,સમાચાર

ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે. કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે. એક તરફ કોરોના અને બીજી તરફ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ભાવનગર જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 100.20 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં વલ્લભીપુરમાં 130.29 ટકા અને ઉમરાળામાં 129.97 ટકા વરસાદ નોંધાયો છે.

સતત પાણી ભરાય રહેવાના કારણે પાક બળી ગયો
બીજી તરફ ઉપવાસના વરસાદના કારણે કાળુભાર અને રંઘોળી ડેમ ઓવરફ્લો થતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીઓના પાણીએ આફત સર્જી અને ખેતરમાં પાણી ભરાયા હતા. સતત પાણી ભરાય રહેવાના કારણે પાક બળી ગયો છે. ખેતરોને ખેડી ખાતર નાખી વરસાદ આવતા અનેક આશાઓ સાથે ખેડૂતોએ વાવેતર કર્યું અને જગતના તાતને વર્ષ સારુ જશે તેવી આશા સાથે રાત દિવસ મહેનત કરી ત્યારે વરસાદે પડ્યા પર પાટુ માર્યું હોય તેવી સ્થિતિ કરી દીધી છે. ઉમરાળાના ચોગઠ, ડંભાળીયા, ટીંબા સહિતના ગામોમાં હજારો વીઘા જમીનમાં અતિવૃષ્ટિથી પાણી ભરાતા પાક નિષ્ફળ જતા ખેડૂતોએ બળી ગયેલા પાકને ખેંચી નાખવો પડ્યો છે. સરકાર વિશેષ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાથી પાકો બળી ગયા

કપાસ, મગફળી, તલ, મગ, મઠ, બાજરી જુવાર જેવા પાકોનો નાશ
ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં અતિ ભારે વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતા ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાની વેઠવી પડી છે. રંઘોળી અને કાળુભાર ડેમ ઉપરવાસમાં અતિ ભારે વરસાદથી ઓવરફલો થતા વારંવાર પાણી છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારના ખેતરોમાં પાણી ભરાય જવાથી કિંમતી પાક નાશ પામ્યો છે. આ ડેમનું પાણી ચોગઠ, ડંભાળીયા, ટીંબા સહિતના ગામડાઓમાં ફરી વળતા કપાસ, મગફળી, તલ, મગ, મઠ, બાજરી જુવાર જેવા પાકો નાશ પામ્યા છે. જગતના તાતની મુશ્કેલી એવી છે કે રાત દિવસ મહેનત કરી ખેત ઉત્પાદન ખેડૂતો કરે તેમ છતાં ઉત્પાદનનો વેચાણ ભાવ ખેડૂત નક્કી નથી કરી શકતો પાણીએ આફત સર્જી અને પાક નિષ્ફળ જતાં જગતનો તાત મુશ્કેલીમાં હવે સરકાર વળતર આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here